________________
થાય, અને ત્રણ જવાલા હોય તો ખૂબ ધનવાન થય, અથવા મહાન્ તપસ્વી થાય. જવાળાનો ઓછી-વધતી પણ હોય છે. મણિબંધના સ્થાને જે પુરૂષને એક જવમાલા હોય તો ખૂબ ધનવાન થાય, અથવા મહાન્ તપસ્વી થાય. જવમાળાનો આકાર માળાના જેવો હોય છે.
હસ્તરેખા સંબંધી વિશેષ માહિતિ (૧) મણિબંધથી પાંચ પ્રકારની ઊર્ધ્વરખા કે જે આંગળીઓ અને અંગૂઠા તરફ જાય છે તેની માહિતી આ પ્રમાણે :- પહેલી ઊર્ધ્વરેખા જે મણિબંધથી નીકળીને અંગૂઠાની નીચે જઈને મળે તેને સલ્તનત-રાજ્ય તરફથી ફાયદો થાય. બીજી ઊર્ધ્વરેખા મણીબંધથી નીકળીને તર્જની આંગળીની પાસે જઈને મળે તે રાજા અથવા દિવાન થાય. ત્રીજી ઊર્ધ્વરેખા મણિબંધથી નીકળીને મધ્યમા આંગળીની પાસે જઈને મળે તો તે સેનાને અફસર થાય. અગર તે સંસાર છોડીને સાધુ બને તો તેને આચાર્યપદવી પ્રાપ્ત થાય. ચોથી ઊર્ધ્વરેખા મણિબંધથી નીકળીને અનામિકા આંગળી સુધી જઈ મળે તો દોલતમંદ-ધનવાન થાય. અને પાંચમી ઊર્ધ્વરેખા મણિબંધથી નીકળીને કનિષ્ઠા આંગળી સુધી જઈ મળે તો આબરૂવાન અને હિમ્મતે બહાદૂર થાય.
(૨) જેના જમણા હાથની વિભાવરેખા અખંડ હોય-તુટી ફુટી ન હોય અને લાંબી હોય તે પોતાના વંશમાં સારો આબરૂદાર-પ્રસિદ્ધ પુરુષ થાય છે. વિભાવરેખાથી અંગુલિ તરફ જેટલી ન્હાની રેખાઓ નીકળી હોય તેટલા તેના દુશમન-શત્રુ અને મણિબંધ તરફ જેટલી નીકળી હોય તેટલા તેના મિત્ર-મદદગાર થાય છે.
(૩) આયુષ્ય રેખામાંથી જેટલી ન્હાની ન્હાની રેખાઓ વિભવરેખા તરફ નીકળી હોય તે મનુષ્યને સંપદા પ્રાપ્ત થાય. અને જેટલી આંગળીઓ તરફ નીકળી હોય તેટલી વિપદા પ્રાપ્ત થાય.
(૪) મણિબંધથી આયુષ્ય રેખા સુધી હથેલીની બાજુમાં જેટલી આડી રેખા પડી હોય તેટલા પુત્ર-પુત્રી જાણવા. તેમાં પણ જેટલી રેખાઓ અખંડ અને સ્પષ્ટ હોય તેટલાં પુત્ર-પુત્રી જીવતા રહે, કોઈ કોઈ અન્યથા થયેલાં સંતાનો પણ વિનાશ પામે. કોઈ કોઈ આચાર્ય આ રેખાઓને ભાઇ-બહેનની રેખાઓ માને છે.
(૫) મણિબંધથી લઈને અંગુઠા સુધીના વચલા ભાગમાં જેટલી ઉભી રેખાઓ હોય તેટલા ભાઈ-બહેન જાણવા. કોઈ કોઈ આચાર્ય આ રેખાઓને પુત્ર-પુત્રીની રેખાઓ માને છે. - (૬) હથેલીમાં યશરેખાની જમણી બાજુ અંગૂઠા તરફ જેટલી આડી રેખા ગઈ હોય તે પુરુષ તેટલી પરદેશમાં મુસાફરી કરે અને લાભ પ્રાપ્ત કરે.
કનકકુપા સંગ્રહ