SearchBrowseAboutContactDonate
Page Preview
Page 485
Loading...
Download File
Download File
Page Text
________________ પડે છે તેને સંપત રેખા કહે છે. ઓછીવધતી ચોકડીઓના પ્રમાણ ઉપરથી ધનવાનપણું સમજી શકાય છે. એટલે જેટલી વધારે ચોકડીઓ હોય તેટલો વધારે ધનવાન હોય, સિવાય વિભાવરેખા અને ઊર્ધ્વરેખા ઉપરથી પણ ધનવાનપણાની અટકળ કાઢી શકાય છે, પરંતુ દ્રષ્ટા કુશળ-નિપુણ હોય તો જ અટકળ ખરી પડે છે. (૫૧) આયુષ્યરેખા અને કનિકા અંગુલિની વચમાં જેટલી આડી રેખા પડી હોય તેને સ્ત્રીરેખા કહેવામાં આવે છે. પરંતુ સ્ત્રીરેખા અખંડિત-પૂર્ણ હોવી જોઈએ. મજકુર રેખા જેટલી પડી તેટલી જાણવી. છતાં પણ એકાન્ત નિયમ નથી. આ બાબતમાં જમાના અનુસાર અને મનુષ્યના દરજ્જાનુસાર કુશળ જ્યોતિષીઓ પોતાના અભિપ્રાય જાહેર કરે છે. જેમકે ચક્રવર્તી, વાસુદેવ, પ્રતિવાસુદેવ, છત્રપતિ અને રાજા-મહારાજાઓને માટે તેમના દરજ્જા-યોગ્યતા પ્રમાણે અને સાધારણ માણસો માટે તેની યોગ્યતા મુજબ અનુમાન કાઢી નિર્ણય કરે છે. રાજા-મહારાજાઓને ત્યાં સેકંડો સ્ત્રીઓ હોય અને ગરીબોને ત્યાં એક પણ ન હોય એ પ્રારબ્ધને આધિન છે. ત્યાં કોઈપણએકાંત નિયમ લાગુ પડી શક્તો નથી. (૫૨) આયુષ્યરેખાની ઉપર અને કનિષ્ઠા અંગૂલિના મૂળમાં સ્ત્રીરેખાની સામેના ભાગમાં જે રેખાઓ પડી હોય છે. તે ધર્મરખા કહેવાય છે. એ ધર્મરખા બે અથવા ત્રણ હોય છે. જો તે અખંડ અને સાફ હોય તો તે મનુષ્ય ધર્મી હોય છે. જેના હાથમાં તે ધમરખા ન હોય અથવા હોય ખંડિત હોય તો અધર્મી મનુષ્ય જાણવો. (૫૩) અનામિકા આંગળીની નીચે આયુષ્યરેખાની ઉપર જેટલી ઊભી અને આડી રેખા હોય તેને વિદ્યારેખાઓ કહે છે. આડી અને ઊભી મળીને જેટલી રેખા પડી હોય તેટલા પ્રકારની વિદ્યાઓનો લાભ પ્રાપ્ત કરે. તેમજ વક્તા અને લેખક પણ સારો થાય. વિઘારેખા જેટલી સ્પષ્ટ અને અખંડ હોય તેટલી જ તેની બુદ્ધિ તીવ્ર હોય.' (૫૪) તર્જની આંગળીની નીચે અને વૈભવ તથા યશરેખાની સંધીના પર મધ્યભાગમાંથી જે આડી રેખા નીકળે છે, અને આયુષ્યરેખાના અન્ત ભાગમાં જઈને તમે છે તેને દીક્ષા રેખા કહેવામાં આવે છે. એ દીક્ષારેખા જેટલી સ્પષ્ટ અને અખંડ હોય તેટલું જે તે માણસ ઉત્તમ ચારિત્ર પાળે છે, તો પણ આ દીક્ષારેખાની સાથે ધમરખા પણ કઈક સંબંધ ધરાવે છે માટે એ બન્ને રેખાઓ ઉપરથી ધર્મશ્રદ્ધાનું માપ કાઢવું, કારણ કે કોઈ પુરુષ ધર્મમાં શ્રદ્ધાવાનનું હોય, તથાપિ તે વ્રત-નિયમાદિ કરી શકતો નથી. જ્યારે કોઈ પુરુષ વ્રત નિયમ કર્યું જાય છતાં પણ તેની ધર્મ ઉપર પુર્ણ શ્રદ્ધા હોતી નથી. એ બન્ને દેખો જો અસ્પષ્ટ જેવી હોય તો તે મનુષ્યની ધર્મમાં પુર્ણ શ્રદ્ધા હોતી નથી. (૫૫) હથેલીની નીતે અને હાથની સંધી ઉપર અર્થાત મણિબંધમાં ત્રણ રેખાઓ હોય છે. તેને જવમાલા કહે છે. એ જવમાલા ઓછી-વધતી પણ હોય છે. મણિબંધના સ્થાને જે પુરુષને એક વમાલા હોય તે સુખી હોય, બે હોય તે જગતમાં મશહૂર-પ્રસિદ્ધ કનકકૃપા સંગ્રહ ૪૪૧
SR No.023015
Book TitleKanak Jain Vividh Sangraha
Original Sutra AuthorN/A
AuthorHariprabhvijay
PublisherKanakkirti Harigranth Mala
Publication Year
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy