________________
(૪૬) જેના હાથમાં થશરેખા અખંડ હોય, કોઈ પણ સ્થળે તૂટેલી ન હોય અને લાંબી હોય તો તે મનુષ્ય યશવાન બને, યશરેખાનું બીજું નામ પિતૃખા છે. યશરેખા જો તૂટી - કૂટી અને ખંડિત થયેલી હોય તો તે મનુષ્યની આબરૂ ખંડિત થઈ જાય એટલે નાશ પામે છે. યશરેખા મણિબંધ(પોંચી પહેરવાનું સ્થાન) થી નીકળીને અંગૂઠાની નીચે અને તર્જની આંગળીના ઉપરના ભાગમાં એટલે એ બન્નેની વચ્ચે જઈને મળે છે.
(૪૭) જેના હાથની ઊર્ધ્વરેખા મણિબંધથી નીકળીને તર્જની આંગળી સુધી જઈ મળે તો તે પુરુષ રાજા અથવા દિવાન થાય
(૪૮) જેના હાથમાં વિભાવરેખા અખંડ હોય-તૂટેલી ન હોય અને લાંબી હોય તો તે મનુષ્ય પોતાના કુટુંબ પરિવારમાં નામી-આબરૂદાર થાય. વિભાવરેખાનું બીજાનું નામ માતૃખા છે. વિભાવરેખા હથેળીની મધ્યમાંથી નીકળીને અંગુઠાની નીચે તર્જનીની ઉપર યશરેખાને જઈને મળે છે. વિભાવરેખા અને યશરેખા સંબંધીની જગ્યાએ ન મળે તો તે મનુષ્યને સ્ત્રીનો વિયોગ થાય. અગર સ્ત્રી મૌજૂદ-વિદ્યમાન હોય તો પણ પરદેશ રહેવાના કારણે અથવા કુસંપના કારણે સ્ત્રીનો મેળાપ બહુ જ થોડો રહે. એવી જ રીતે સ્ત્રીઓની રેખા માટે પણ સમજવું. તેના પતિ સાથે તેનો મેળાપ બહુ અલ્પ બને છે. પુરુષના હાથમાં અગર યશરેખા વિભવરેખા સંધિની જગ્યાએ ન મળી હોય અને સ્ત્રીના હાથમાં મળેલી હોય તો સમજવું કે પુરુષનો પ્રેમ ઓછો અને સ્ત્રીનો પ્રેમ વધારે હશે. એવી જ રીતે જે પુરુષની મજકુર રેખા સંધિની જગ્યાએ મળેલી હોય અને સ્ત્રીની મજકુર રેખાઓ સંધિની જગાએ મળેલી ન હોય તો સ્ત્રીનો પ્રેમ ઓછો અને પુરુષનો પ્રેમ વધારે હશે એમ સમજવું. સ્ત્રીની વિભવ રેખા તેને સૌભાગ્યની રેખા તરીકે ફળ આપે છે.
(૪૯) આયુષ્યરેખા કનિષ્ટ-ટચલી આંગળીની નીચે આવેલી હથેળીમાંથી શરૂ થઈને તર્જની આંગળીના મૂળ સુધી જાય છે. એ આયુષ્યરેખા જેની અખંડિત હોય-તૂટેલી ન હોય અને ઠેઠ સુધી લાંબી હોય તો તે મુખ્ય દીર્ધાયુ પ્રાપ્ત કરે છે. એટલે આજકાલના જમાનામાં તે એક સો વર્ષનું આયુષ્ય ભોગવે. એવી જ રીતે એ આયુષ્ય રેખા મધ્યમાં આંગળીના મૂળ સુધી ગઈ હોય તો ૭૫-પોણોસો વર્ષ, અનામિકા આંગળીના મૂળ સુધી ગઈ હોય તો ૫૦-પચાસ વર્ષ અને કનિષ્ઠા આંગળીના મૂળ સુધી ગઈ હોય તો ૨૫-પચીસ વર્ષનું આયુષ્ય પ્રાપ્ત કરે છે.
વર્તમાન સમયમાં મનુષ્યોનું આયુષ્ય વધારેમાં વધારે ૧૨૦ વર્ષનું જૈન શાસ્ત્રની દષ્ટિએ ગણી શકાય. એથી પણ વધારે આયુષ્યવાળા મનુષ્યો નજરે જોવામાં અથવા સાંભળવામાં આવે છે. ખરા, પરંતુ એવા દાખલા કવચિત જ બનતા હોવાથી સામાન્ય ગણનામાં એવી ગણતરી કરવામાં આવતી નથી. (૫૦) આયુષ્યરેખાની અને વિભાવરેખાની વચમાં જે ચોકડીઓનો આકાર નજરે
કનકકૃપા સંગ્રહ
૪૪૦.