________________
(૩૩) જેના હાથમાં કાચબાનો આકાર હોય તે ભૂમિપતિ-રાજા થાય, સમુદ્રમાં પોતાના વહાણો ફેરવે, અથવા ખુદ પોતે સમુદ્રની મુસાફરી કરે અને વિમાનો વ્યાપારી થાય.
(૩૪) જેના હાથમાં તોરણનું નિશાન હોય તેના ઘેર કાયમ આનંદમંગળ વર્તે અને ઘર, હાટ તથા હવેલી વગેરે મોટા પ્રમાણમાં હોય.
(૩૫) જેના હાથમાં ચકનું નિશાન હોય તે ચક્રવર્તી રાજા થાય.
(૩૬) જેના હાથમાં આરિસાનું ચિહ્ન હોય તે દિવાન મુત્સદી થઈ બીજા ઉપર હકુમત ચલાવે, પાછલી ઉમ્મરમાં સાધુ થઈ દુનિયાને ધર્મની તાલિમ-શિક્ષણ આપે અને આત્મજ્ઞાની બને.
(૩૭) જેના હાથમાં વજનું નિશાન હોય તેને હુકમ હોદ્દો અધિકાર પ્રાપ્ત થાય, કોઈથી પરાભવ ન પામે અને મહાબળવાન થાય.
(૩૮) જેના હાથમાં વેદીનો આકાર હોય તે ધર્મનાં હોટાં હોટાં કાર્યો કરે, પ્રતિષ્ઠા મહોત્સવ આદિના વિધિવિધાન તેના હાથે થાય, અને ધર્મ ઉપર અચળ શ્રદ્ધાવાળો થાય.
(૩૯) જેના હાથના બને અંગૂઠા ઉપર યવનું ચિહ્ન હોય તે વિદ્યાનો જાણકાર હોય, વિદ્યાર્થી દુનિયામાં નામના મેળવે, ધનવાન થાય અને તેનો જન્મ પ્રાયઃ શુકલપક્ષમાં
હોય
(૪૦) જેના હાથમાં શંખનું નિશાન હોય તે હંમેશાં ધનવાન રહે છે. સમુદ્રની મુસાફરી કરે અને તેમાં લાભ પ્રાપ્ત કરે.
(૪૧) જેના હાથમાં ષટ્કોણનો આકાર હોય તેની પાસે જમીન-જાગીર અને બાગ બગીચા કાયમ રહે છે.
(૪૨) જેના હાથમાં નંદ્યાવર્ત સ્વસ્તિકનો આકાર હોય તે હંમેશાં આબરૂ પ્રાપ્ત કરે, લક્ષ્મી તેની પાસે વાસ કરીને રહે અને ધર્મના કાર્યમાં ફત્તેહમંદ થાય. - (૪૩) જેના હાથમાં ત્રિકોણનું ચિહ્ન હોય તે જમીનદાર થાય અને જમીનથી ફાયદા પ્રાપ્ત કરે. ગાય, બળદ વગેરે જનાવરોનું તેનું આંગણું છોડતાં નથી.
(૪) જેના હાથમાં મુકુટનું ચિહ્ન હોય તે રાજાધિરાજ થાય, અથવા વિદ્વાન થાય, સહસ્ત્ર-હજાર અવધાનના પ્રયોગ કરે અને સમસ્ત જગતને ધર્મનો ઉપદેશ કરે.
(૪૫) જેના હાથમાં શ્રીવત્સનું નિશાન હોય તેના મનની ધારણાઓ પૂર્ણ થતી રહે છે અને કદી કષ્ટ પ્રાપ્ત ન થાય.
કનકકૃપા સંગ્રહ
૪૩૯