________________
સેવાચાકરી ઉઠાવે અને પોતે પણ સાધુ થઈ દેશ-પરદેશની મુસાફરી કરે.
(૧૯) જેના હાથમાં સિંહાસનનું નિશાન હોય તે રાજાધિરાજ સિંહાસનારૂઢ થાય અથવા રાજાનો દિવાન થાય અને મહાન હકુમત ચલાવનાર થાય.
(૨૦) જેના હાથમાં પુષ્કરિણી-વાવડીનું નિશાન હોય તે ઉદાર દિલનો, ધનવાન અને બીજાઓને મદદગાર થાય છે.
(૨૧) જેના હાથમાં રથનો આકાર હોય તે દુમનની ઉપર જય મેળવે છે. અને તેને ત્યાં રથ, ગાડી, ઘોડાની બરકત રહે છે. કોઈ દિવસ પગે ચાલીને મુસાફરી કરવાનો સમય ન આવે.
(૨૨) જેના હાથમાં કલ્પવૃક્ષનું ચિહ્ન હોય તે દોલતવંત ધનવાન અને સારા ભાગ્યવાળો હોય, જમીન તથા જાગીરનો ભોકતા થાય, હૃદયની ધારણા ફળવતી થાય અને ખાન-પાનથી સુખી રહે.
(૨૩) જેના હાથમાં પર્વતનું ચિહ્ન હોય તે ઝવેરાતનો વ્યાપાર-ધંધો કરે અને તેમાં લાભ પ્રાપ્ત કરે.
(૨૪) જેના હાથમાં છત્રનું નિશાન હોય તે દેવની માફક પૂજ્ય બને છે અથવા છત્રપતિ રાજા થાય છે.
(૨૫) જેના હાથમાં ધનુષ્યનું નિશાન હોય તે લડાઈમાં ઈજત-યશ પ્રાપ્ત કરે, તેના ઉપર કોઈ કેસ માંડે તેમાં હાર ન ખાતાં ફત્તેહ મેળવે.
(૨૬) જેના હાથમાં હળનો આકાર હોય તે ખેતીવાડી કરનાર થાય અને તેને જમીન ઈનામમાં પ્રાપ્ત થાય.
(૨૭) જેના હાથમાં ગદાનું ચિહ્ન હોય તે હોટો બહાદુર પુરુષ થાય છે.
(૨૮) જેના હાથમાં સરોવરનો આકાર હોય તે ધનથી કદી ઊણપ ન ભોગવે અને બીજાઓને ધનની સહાય કરતો રહે.
(૨૯) જેના હાથમાં ધ્વજનું નિશાન હોય તે કીર્તિમાન અને વિજયી બન્યો રહે.
(૩૦) જેના હાથમાં પધનું ચિન્હ હોય તે ચકવર્તી રાજા થાય અને દેશ-દેશાંતરમાં ફતેહ પ્રાપ્ત કરે.
(૩૧) જેના હાથમાં ચંદ્રનું નિશાન હોય તે મોટો નશીબદાર-ભાગ્યશાળી બને, ખૂબસુરત-સ્વરૂપવાન હોય.
(૩૨) જેના હાથમાં ચામરનું નિશાન હોય તે રાજાધિરાજ અથવા દિવાન થાય અને હકુમત ચલાવે. .
૪૩૮
કનકકૃપા સંગ્રહ