________________
સમૂહ બાંધેલો હોય છે-ઘોડાઓનો ભોક્તા બને છે.
(૫) જેના હાથમાં કેસરી સિંહનું ચિહ્ન હોય તે રાજા થાય, હકુમત ચલાવે અને બહાદુર હોય.
(૬) જેના હાથમાં કુલોની માળાનું નિશાન હોય તે કોઈ પણ સ્થાને-જ્યાં જાય ત્યાં ફત્તેહ કરે, મનની ધારણા બર આવે અને માન-પ્રતિષ્ઠા પ્રાપ્ત કરે.
(૭) જેના હાથમાં ત્રિશૂળનું ચિહ્ન હોય છે તે ધર્મની ધ્વજા ફરકાવવામાં અને ધર્મચર્ચા કરવામાં નિપુણ થાય, જિન મંદિરોની પ્રતિષ્ઠા અને તીથની યાત્રા કરે, અને ધર્મ પર દ્રઢ પગે ઇભો રહે-અચળ શ્રદ્ધાવાન બને.
(૮) જેના હાથમાં દેવવિમાનનું ચિહ્ન હોય તે દેવમંદિરો બનાવરાવે અને સ્વર્ગની ગતિ પ્રાપ્ત કરે.
(૯) જેના હાથમાં સૂર્યનું ચિહ્ન હોય તે મહાન તેજસ્વી, તામસી પ્રકૃતિવાળો અને હિમ્મતવાન બહાદૂર થાય.
(૧૦) જેના હાથમાં અંકુશનું ચિહ્ન હોય તેના ઘેર હસ્તીઓ બાંધેલા રહે અને ધનવાન થાય.
(૧૧) જેના હાથમાં મોરનું ચિહ્ન હોય તે જ્યાં જાય ત્યાં ફત્તેહ મેળવે, અને એશઆરામ ભોગવવાવાળો થાય.
(૧૨) જેના હાથમાં યોગિનું ચિહ્ન હોય તે માણસ પ્રતાપી થાય અને સુખ-ચેનથી જીવન વ્યતિત કરે.
(૧૩) જેના હાથમાં કળશનું નિશાન હોય તે દેવમંદિરો નિર્માણ કરાવે અને તીર્થોની યાત્રા કરે.
(૧૪) જેના હાથમાં તલવારનો આકાર હોય તે શખ્સ લડાઈમાં જય પ્રાપ્ત કરે, અને નશીબ ખુશ રહે અને રાજ્યની તરફથી ઈનામ પ્રાપ્ત કરે.
(૧૫) જેના હાથમાં જહાજ-વહાણનું ચિહ્ન હોય તે શબ્દ સમુદ્ર માર્ગનો મોટો વ્યાપારી બને અને સમુદ્રની લાંબી મુસાફરી કરનાર થાય.
(૧૬) જેના હાથમાં લક્ષ્મીદેવીનું ચિહ્ન હોય તેનો ખજાનો હંમેશા તર રહે અને ધનની કોઈ દિવસ કમી-ઊણપ ન રહે.
(૧૭) જેના હાથમાં સ્વસ્તિક-સાથિયાનો આકાર હોય તેના ઘરે હમેશાં આનંદ મંગળ વર્તાય, ધનવાન થાય, અને જગતમાં માન પ્રતિષ્ઠા પ્રાપ્ત કરે.
(૧૮) જેના હાથમાં કમંડલનું નિશાન હોય તે સુખી અને ધર્મી હોય, સાધુ લોકોની
કનકકુપા સંગ્રહ
૪૩૭.