________________
ફાગણ માસમાં ચંદ્રદર્શન ફાગણ માસમાં રવિવારના દિવસે ચંદ્રોદય થય તો ધાન્ય મોડું થાય અને ધાતુ મોંધી થાય.
સોમવારે ચંદ્રોદય થાય તો સુકાળ થાય. અનાજને ઘી સસ્તું થાય. મંગળવારે ચંદ્રોદય થાય તો ધાન્ય મોઘું થાય. બુધવારે ચંદ્રોદય થાય તો સર્વ પ્રકારના ધાન્ય મોંઘા થાય. ગુરુવારે ચંદ્રોદય થાય અનાજનો પાક સારો થાય. શુકવારે ચંદ્રોદય થાય તો ધાન્ય મોંઘું થાય. શનિવારે ચંદ્રોદય થાય તો ધાન્ય મોઘું થાય, દુકાળ પડે.
કોઈ પણ માસમાં શુક્લ પક્ષની બીજના દિવસે ચંદ્રનો ઉદય સૂર્યથી ડાબી બાજુ (વાયવ્ય ખૂણા તરફ) થાય ચો તે માસમાં સર્વ શુભકારક છે અને જમણી બાજુ ચંદ્રોદય થાય તો તે દુકાળ કરે.
(૬) હસ્ત રેખાનિમિત્ત આ પ્રકરણની અંદર હસ્તરેખા જોવાની તેમજ તેનું ફળાફળ જાણવાની એવી રીતે સમજણ આપવામાં આવી છે કે વિચારપૂર્વક જોનારને માનો કે હસ્તરેખાની વિદ્યાનો એક ઉત્તમ ખજાનો મળી ગયો. હસ્તરેખામાં રહેલાં ચિહ્નો-લક્ષણો મુખ્યત્વે કરીને પંચાવના માનવામાં આવેલાં છે અને પંચાવનનો અનુક્રમે સ્પષ્ટ રીતે સ્ફોટ કરી નંબરવાર તેનાં ફળો આ નીચે આપવામાં આવેલાં છે. એ સિવાય બીજી નાની મોટી રેખા ચિહ્નોનાં પણ ફળાફળ જણાવી આખા પંજાનું સ્કુટ વર્ણન કરવામાં આવ્યું છે, જે વાંચવાથી વધારે સ્પષ્ટ થશે. . (૧) જે મનુષ્યના હાથમાં હાથીનું ચિહ્ન હોય તે રાજા અથવા જાગીરદાર થાય. તેમજ હાથીઓનો સંગ્રહ કરવાવાળો પણ થાય છે.
(૨) જે મનુષ્યના હાથમાં મત્સ્યનું ચિહ્ન હોય તે ધનવાન અને સંતાનવાળો થાય અને સમુદ્રની મુસાફરી કરે.
(૩) જેના હાથમાં પાલખી-મ્યાનનું નિશાન હોય તે ધનવાન કે જાગીરદાર થાય અને તેની પાસે હંમેશા નોકર-ચાકરનો સમૂહ હાજર રહે છે તેમજ માના-પાલખીનો ભોક્તા થાય છે.
(૪) જેના હાથમાં ઘોડાનું ચિહ્ન હોય તે શબ્દ ફોજમાં અફર થાય, અને બીજા ઉપર હુકમ ચલાવે. રાજ્યમાં તેની આબરૂ-પ્રતિષ્ઠા વધે અને ત્યાં હંમેશાં ઘોડાઓનો સારો
૪૩૬
કનકકૃપા સંગ્રહ