________________
તલ-તુલા રાશિ, વસ્ત્ર-વૃષભ રાશિ
જેણે સર્વ તારાઓને પોતાને આધીન કર્યા છે અને જયોતિષ્ચક્રમાં રહેલા ૮૮ ગ્રહો ઉપર જેની સત્તા ચાલે છે. તે ચંદ્રનું બળ શાસ્ત્રકારોએ નીચે પ્રમાણે જણાવ્યું છે.
(૧) તિથિના બળથી નક્ષત્રનું બળ ચારગણું છે. નક્ષત્રના બળથી વારનું બળ આઠગણું છે. વારથી કરણનું બળ બમણું છે. કરણથી યોગનું બળ બમણું છે. યોગથી તારાનું બળ સાઠગણું છે. તારાના બળથી ચંદ્રનું બળ સોગણું છે અને ચંદ્રના બળથી લગ્નનું બળ હજારગણું છે, માટે દરેક બાબતનું શુભાશુભ ફળ જાણતાં પહેલાં ચંદ્રબળ અને લગ્નબળનો વિચાર કરવો.
(૨) કોઇ પણ માસની સુદિ ૨ના ચંદ્રમાના ઉદય વખતે તેનું પાંખડું ઉત્તર તરફનું ઉંચે એટલે ચઢીયાતું હોય તો તે પક્ષમાં રૂ તથા બીજી જણસોના ભાવ વધશે, અને જો દક્ષિણ તરફનું પાંખડું ઉચું હોય તો દરેક વસ્તુના ભાવ ઘટશે, પરંતુ જો બંને પાંખડાં સમાન હોય વસ્તુના ભાવ ઘટશે, પરંતુ જો બંને પાંખડા સમાન હોય તો રૂ તથા દરેક ચીજના ભાવ સાધારણ રહેશે.
(૩) સુદિ બીજનો ચંદ્રમા રતાશ-લાલાશ ઉપર જણાય તો તે પક્ષમાં રૂનો ભાવ તેજ થાય અને ફીક્કા-ઝાંખા રંગનો હોય તો રૂના ભાવમાં મંદી થાય છે.
(૪) કોઇ પણ મહિનાની સુદી ૧૫ ને દિવસે ચંદ્રમા ઉગતી વખતે એકમનો ભાગ હોય અને સૂર્ય તથા ચંદ્ર સામસામા જણાય તો રૂનો ભાવ ઘણો તેજ થશે. એક ખાંડીએ રૂા. ૨૦૦) નો ભાવ હોય તો રૂા. ૫૦) વધીને રૂા. ૨૫૦) ભાવ થાય. આ યોગ અનુભવસિદ્ધ
છે..
(૫) જો પૂનમ પૂરી હોય તથા ચંદ્રમાં રતાશ ઉપર ઉગે તો પણ રૂની પીઠ વધશે. (૬) ચંદ્રમાનો ઉદય વાદળમાં થાય અથવા પૂનમના દિવસે વાદળથી આકાશ ઘેરાયલું રહે તો દોઢ માસ સુધી રૂમાં મંદી થાય છે.
(૭) પૂનમના દિવસે ચંદ્રમા ઝાંખો એટલે રાખ (છાણાની રાખના) જેવો ઊગતી વખતે દેખાય તો એક માસમાં રૂના ભાવમાં ૩૦-૪૦ ટકાની મંદી થાય છે.
(૮) જે પૂર્ણિમાના દિવસે ચંદ્રનું બિંબ નાનું જણાય તો રૂ તથા બીજી જણસોના ભાવ વધે. અને ચંદ્રનું બિંબ મોટું જણાય તો પંદર દિવસમાં રૂ તથા બીજી જણસના ભાવ ઘટે છે.
(૯) કાળા રંગનો ચંદ્રમા ઊગે તો માણસોની કતલ થાય.
ઉપરના યોગ અનુભવસિધ્ધ છે. વેપારીઓને બીજ અને પૂનમનો ચંદ્ર જોવાની પ્રાચીન રીતને અનુસરવાથી લાભ થશે.
કનકકૃપા સંગ્રહ
૪૩૫