________________
(૫) શનિ વક્રી થતાં પ્રથમ તેજી થઈ રૂમાં ટકા ૪૦ મંદી થાય. (૬) મંગળ વકી થાય તો રૂમાં ટકા ૩૦ની તેજી થાય. (૭) મંગળ માર્ગી થતાં બે દિવસ પછી સ્કા ૨૦મંદી થાય. (૮) બુધ માર્ગી થાય તો રૂમાં ટકા ૧૦-૧૫ તેજી થાય. (૯) ગુરુ માર્ગી થાય તો રૂમાં બે દિવસ પછી ટકા ૨૦ તેજી થાય. (૧૦) શુકમાર્ગી થતાં દિવસ ત્રણ પછી રૂમા ટકા ૩૮ની મંદી થાય. (૧૧) શનિ માર્ગી થતાં રૂમા પ્રથમ મંદી કરી ટકા ૨૫-૩- તેજી થાય. (૧૨) શનિ માર્ગી સોમ કે ગુરુવારના દિવસે થાય તો રૂમાં મંદી કરે.
ગ્રહોનું નક્ષત્રફળ પુનર્વસુ હસ્ત, આદ્ર, પૂર્વાષાઢા, કૃત્તિકા અને વિશાખા નક્ષત્ર પર ગુરુ આવે ત્યારે રૂના ભાવ ઘટે છે.
ચિત્રા નક્ષત્ર પર ગુરુ રૂમાં તેજી કરે છે. આ યોગ સંવત ૧૭૩૩, ૫૫, ૬૭ અને ૭૮ માં થયો છે.
હસ્ત નક્ષત્ર પર ગુરુ, રાહુ અને શનિ હોય તો અશુભ થાય, રૂ અને અનાજમાં તેજી થાય.
ચિત્રા નક્ષત્ર પર શનિ હોય અને અસ્ત થયો ન હોય તો અન્નાદિમાં તેજી થાય. શ્રવણ નક્ષત્ર પર કોઈ પણ ફૂર ગ્રહ આવે તો ઘઉમાં તેજી થાય. ઉત્તરાભાદ્રપદ પર ગુરુ આવે ત્યારે ચોખા અને ચાંદીમાં પ્રાય. મંદી કરે.
ઉત્તરાષાઢા પર ગુરુ આવે ત્યારે ગોળમાં ભાવમાં તેજી થાય છે. સંવત ૧૯૪૬, ૫૮ અને ૭૦માં આ યોગ થયો છે. પુનર્વસુ, હસ્ત અને વિશાખા પર શુક આવે ત્યારે પ્રાય. મંદી થાય.
વસ્તુઓની રાશિઓ વિચાર કપાસ-મિથુન, અળસી-મેષ રાશિ એરંડા-વૃષભ રાશિ, એરડાં-વૃષભ રાશિ ચાંદી(રજત)-તુલા, સૂતર, શેર, સુવર્ણ, સરસવ, ગહું(ગોધુમ), શર્કરા (સાકર)-કુંભ રાશિ. મોતીસિંહ અને મીન રાશિ, સોનું-કુંભ રાશિ અને મેષ રાશિ ચોખા-મેષ રાશિ, જુવાર(યુરંધરી)-વૃશ્ચિક રાશિ
કનકકુપા સંગ્રહ