________________
હિમ પડયું, ધરતીકંપ થયો, રૂમાં ૧૮૦ થી વધીને ૨૧૮ થયા. સંવત્ ૧૯૯૦ મહા સુદ પૂનમે આ યોગ હતો.
૬૫-ઉદય અસ્ત ગ્રહફળ અધિકાર (૧) શુકનો પૂર્વમાં અસ્ત થાય તે રૂમાં ટકા ૨૫ થી ૩૦ મંદી થાય. (૨) શનિનો પશ્ચિમે અસ્ત થાય તો વધઘટ થઈને ટકા ૩૦ થી ૩૫ ના આશરે મંદી
થાય.
(૩) શુકનો પશ્ચિમે અસ્ત થાય તો વધઘટ થઈને ટકા ૩૦ થી ૩૫ ના આશરે મંદી થાય.
(૪) બુધનો પશ્ચિમે અસ્ત થાય તો પહેલાં તેજી થઈ ટકા ૧૫-૨૦ની મંદી થાય.. (૫) મંગળનો અસ્ત થાય તો ટકા ૫૦ના આશરે મંદી થાય. (૬) વક્ર ગતિએ થયેલા શુકનો અસ્ત થાય તો રૂમાં ટકા ૫૦ ના આશરે તેજી થાય. (૭) શનિનો પૂર્વમાં અસ્ત થાય તો રૂમાં ટકા ૧૫ થી ૨૦ તેજી થાય. (૮) ગુરુનો પશ્ચિમે અસ્ત થાય તો રૂમાં ટકા ૩૦ ના આશરે તેજી થાય. (૯) શનિનો પૂર્વમાં ઉદય થાય તો રૂમાં ૨૦-૨૫ ની મંદી થાય. (૧૦) બુધનો પશ્ચિમે ઉદય થાય તો દિવસ બે પછી ટકા ૧૫ ના આશરે મંદી થાય. (૧૧) ગુરુનો પશ્ચિમમાં ઉદય થાય તો રૂમાં ટકા ૩૦-૩૫ મંદી થાય. (૧૨) ગુરુનો પૂર્વમાં ઉદય થાય તો રૂમાં ટકા ૨૫ થી ૩૦ મંદી થાય. (૧૩) શુકનો પૂર્વમાં ઉદય થાય તો રૂમાં ટકા ૩૦ આશરે તેજી થાય. (૧૪) શુકનો પશ્ચિમમાં ઉદય થાય તો રૂમાં ટકા ૩૫ તેજી થાય. (૧૫) શનિનો પશ્ચિમે ઉદય થાય તો રૂમાં ટકા ૨૫ તેજી થાય. (૧૬) બુધનો પૂર્વમાં ઉદય થાય તો રૂમાં ટકા ૧૦ તેજી થાય. (૧૭) મંગળનો ઉદય થાય તો રૂમાં ટકા ૩૦-૩૫ તેજી થાય.
- ૬૬-વકી-માર્ગી ગ્રહફળ અધિકાર (૧) બુધ વક્રી થાય તો રૂમાં પ્રથમ તેજી થઈ ટકા ૧૫ મંદી થાય. (૨) ગુરુ વકી થાય તો રૂમાં ૪૦ થી ૫૦ મંદી થાય. (૩) ગુરુ અને શનિ બંને સાથે વકી હોયતો ૫૦-૬૦ ટકા મંદી થાય. (૪) શુક વકી થાય તો રૂમાં ટકા ૪૦આશરે તેજી થાય.
કનકકૃપા સંગ્રહ
૪૩૩