________________
ગુરુ, શુક્ર, શનિ, બુધ, ભેગા થાય તો સોના, ચાંદી આદિ ધાતુઓ અને કાપડની તેજી થાય છે.
મંગળ, ગુરુ, શુક્ર ભેગા થાય તો અનાજમાં તેજી થાય. તે ચોથા મહિને વેચવાથી
લાભ થાય.
ચૈત્ર માસમાં શનિ, શુક એકત્ર થાય તો ઘી, તેલમાં વધુ તેજી થાય.
બુધ, સૂર્ય, ગુરુ ભેગા થાય ત્યારે અનાજના ભાવ સમાન રહે.
સૂર્ય, ગુરુ, શુક્ર ભેગા થાય ત્યારે અનાજના ભાવ વધે.
ભાદરવા વિદમાં શિન, રાહુ એક રાશિ ઉપર આવે ત્યારે રૂ, શણ, સૂતરના ભાવોમાં સારી તેજી થાય.
સૂર્ય, ચંદ્ર, ગુરુ ભેગા થાય ત્યારે જવ, મગ, વસ્રનો સંગ્રહ કરી સાતમાં માસે વેચવાથી લાભ મળે.
શુક્ર, મંગળ, સૂર્ય ભેગા થાય ત્યારે ઘી, તેલ, તુવરના ભાવ વધે.
મંગળ, રાહુ વર્ષાકાળમાં એકત્ર થાય તો અફીણમાં તેજી થાય.
શુક્ર, મંગળ ભેગા થાય ત્યારે ચાંદીમાં ૨-૩ વધે.
રાહુ, મંગળ એક રાશિ ઉપર કે એક નક્ષત્ર ઉપર આવે ત્યારે ચાંદીમાં ટકા ૨-૩ ની તેજી થાય.
બુધ, ગુરુ, શુક્ર, શશિન ભેગા થાય ત્યારે ચાંદીમાં ભારે ઉથલાપાથલ થાય.
શુક્ર શનિ ભેગા થાય ત્યારે અળશીમાં ભારે વધઘટ થાય.
સૂર્ય, શુક્ર, ગુરુ, શનિ, અને રાહુ એ પાંચ ગ્રહો એકત્ર થાય તો વરસાદ થવો દુષ્કર થાય અને સર્વ અનાજના ભાવ વધે.
સૂર્ય, બુધ, ગુરુ, શુક્ર એકત્ર થાય તો ધાન્યમાં મંદી થાય.
મંગળ, બુધ, ગુરુ, શુક્ર એકત્ર થાય તો વૃષ્ટિ થાય.
મંગળ, ગુરુ, શુક્ર, શનિ એકત્ર થાય તો દુર્ભિક્ષ, અનાવૃષ્ટિ થાય. મંગળ, શુક્ર, શનિ, રાહુ એકત્ર થાય તો અનાવૃષ્ટિ થાય.
સૂર્ય, બુધ, ગુરુ, શનિ, રાહુ એકત્ર થાય તો દુર્ભિક્ષ થાય.
સૂર્ય, બુધ, ચંદ્ર, મંગળ, ગુરુ, શુક્ર અને શનિ આ સાત ગ્રહો એકત્ર થાય તો ગોળ યોગ થાય-દુર્ભિક્ષ થાય. આ યોગથી સંવત ૧૯૫૬ માં ભંયકર દુષ્કાળ પડયો હતો. સૂર્ય, બુધ, શુક્ર, શનિ, રાહુ અને ચંદ્ર આ છ ગ્રહો એકત્ર થવાથી ઘણા દેશોમાં
કનકકૃપા સંગ્રહ
૪૩૨