________________
નિ અને મંગળ એકબીજાથી સાતમી રાશિ ઉપર હોય તો રૂમાં ઘણી વધઘટ થાય. શુક્રથી ગુરુ આગળ હોય તો રૂ અને સફેદ વસ્તુમાં તેજી થાય.
સૂર્ય અને રાહુ એક રાશિ ઉપર ભેગા થાય તો રૂમાં ૨૫-૩૦ ટકાની મંદી થાય. રૂના ભાવ ૩૦૦) હોય તો ટકા ૫૦) ની મંદી થાય.
બુધ, શુક્રની યુતિ થાય ત્યારે રૂમાં મંદી થાય. અળશીમાં સારી મંદી થાય. ચાંદીમાં પણ સારી અસર કરે.
બુધ એન શુક્ર એક રાશિના હોય અને જુદા પડે ત્યારે રૂમાં તેજી થાય છે.
સૂર્ય બુધની યુતિ થાય ત્યારે પહેલાંથી રૂમાં તેજી કરે એને યુતિ થયા પછી મંદી કરે.
મંગળ સાથે કોઇ ક્રુર ગ્રહ હોય તો રૂમાં તેજી થાય.
મેષ રાશિમાં સૂર્ય શુક્ર સાથે થાય તો રૂમાં ૨૫-૩૦ ટકા મંદી થાય.
કન્યા રાશિમાં બુધ, ગુરુ, શુક્ર ભેગા થાય તો રૂમાં ૫૦ ટકા આશરે મંદી થાય. કુંભ રાશિમાં ચંદ્ર, બુધ ભેગા થાય તો રૂમાં ૨૫-૩૦ ટકા મંદી થાય. મીન રાશિમાં સૂર્ય, બુધ સાથે થાય તો રૂમાં ૨૦-૨૫ ટકા મંદી થાય. શુક્રથી ચંદ્ર ૧-૫-૮-મી રાશિ ઉપર હોય તો રૂમાં થોડી વધઘટ થાય. શુક, ચંદ્ર એક રાશિ ઉપર હોય ત્યારે રૂ, અનાજમાં મંદી થાય છે. મંગળ, બુધ ભેગા થાય ત્યારે ચાંદીમાં મંદી થાય અને જુદા પડે ત્યારે તેજી થાય.
શનિ, ગુરુ એકત્ર હોય અને દર માસે જ્યારે કુંભ મીનનો ચંદ્ર થાય ત્યારે રૂમાં તેજી થાય છે.
રાહુ, મંગળ અથવા કેતુ, મંગળ ભેગા થાય અને તે પક્ષનાં તિથિ ઘટે તો રૂમાં ૧૫ ટકા મંદી થાય છે. મંગળ, રાહુ ભેગા થાય તો મિલના શેર, સૂતર, કાપડમાં મંદી થાય. ચાંદીમાં ટકા ૨-૩ ની, સોનામાં ટકા અડધા થી ૧ ની, અળશીમાં ટકા દોઢ થી બે ની તેજી થાય છે.
ચંદ્ર-બુધ ભેગા થાય ત્યારે ચાંદીમાં તેજી થાય. સૂર્ય-બુધ ભેગા થાય ત્યારે ચાંદીમાં મંદી થાય. ગુરુ-શુક્રનો વેધ હોય ત્યારે ચાંદીમાં તેજી થાય છે.
ચંદ્ર-શુક્રનો પરસ્પર વેધ હોય તો ચાંદીમાં મંદી થાય છે.
સપ્તશલાકામાં બુધ, શુક્રનો પરસ્પર વેધ હોય તો ચાંદીમાં મંદી થાય. ચંદ્ર ૧-૫-૬-૯-૧૦-૧૧-મી રાશિનો હોય ત્યારે ચાંદીમાં થોડી મંદી થાય છે. કનકકૃપા સંગ્રહ
૪૩૧