________________
શનિ કન્યા રાશિ પર આવે ત્યારે અઢી વર્ષમાં વધઘટ થઈને સો ટકા તેજી થાય છે.સંવત ૧૯૪૭, ૭૭ અને ૭૮ માં એ યોગ બન્યો છે.
મકર રાશિ પર શનિ, મંગળ એકત્ર થાય ત્યારે રૂમાં તેજી કરે. મીન રાશિ પર સંવત ૧૯૬૬ માં એકત્ર થયા ત્યારે ૫૦) ટકા વધ્યા. મિથુન રાશિ પર સંવત્ ૧૯૭૨માં વર્ષાકાલમાં એકત્ર થતાં ૨૫ ટકા વધ્યા. સંવત ૧૯૮૮ ના પોષ સુદમાં મકર રાશિ પર મંગલ, શનિ એકત્ર થતાં ૧૯૨) ના વધીને ૨૪૦) ના ભાવ દોઢ માસમાં થયા છે.
ગુરુ અને શનિ તુલા રાશિ પર એક જ થાય તો રૂમાં મંદી કરે.
કન્યા રાશિ પર શનિ હોય અને મીનનો ગુરુ હોય તો રૂમાં ૭૫ થી ૧૦૦ ટકા તેજી થાય છે.
કુંભ રાશિનો શનિ ચાંદીમાં તેજી કરે છે.
ધન રાશિનો શનિ વકી થાય ત્યારે શેરમાં વધઘટ કરે. પહેલી મંદી, પછી તેજી, ફરી મંદી કરે.
રાહુ ફળ વિચાર રાહુ વૃષભ રાશિ પર આવે ત્યારે ૧૨ માસમાં સો ટકાની તેજી રૂમાં થાય છે. રાહમિથુન રાશિ પર રૂમાં મંદી કરે છે. રાહ કર્ક રાશિ પર રૂમાં મંદી કરે છે. રાહુ વૃશ્ચિક રાશિ પર આવે ત્યારે ચાંદીમાં તેજી થાય છે. રાહુ મિથુન રાશિ પર આવે ત્યારે ચાંદીમાં મોટી મંદી આવે છે. રાહુ અથવા કેતુ મીન તથા કન્યા રાશિ પર હોય ત્યારે અળસીમાં મંદી થાય છે.
કન્યા રાશિ પર રાહુ હોય અને મંગળ સાથે થાય ત્યારે દોઢ માસમાં ટકા ૫૦ ની તેજી રૂમાં થાય.
સૂર્ય, રાહુ એક રાશિ પર આવે ત્યારે રૂમાં મંદી થાય અને એક નાડી પર આવે ત્યારે ૨૫-૩૦ ટકા ઘટે.
મંગળ, રાહુ એક રાશિ પર હોય ત્યારે કાપડ તથા મિલના શેરોમાં મંદી થાય છે. હસ્ત તથા ઉત્તરાભાદ્ર પર રાહુ અથવા કેતુ હોય તો રૂમાં તેજી થાય.
રાશિ ઉપર એકત્ર થતા ગ્રહોનું ફળ ગુરુ અને રાહુ, શનિ અને ગુરુ, મંગળ અને શનિ, ગુરુ અને શુક કોઇ પણ રાશિમાં ભેગા થાય તો રૂમાં તેજી થાય.
૪૩૦
કનકકપા સંગ્રહ