________________
બુધ પુનર્વસુ નક્ષત્ર પર આવે ત્યારે રૂમાં મંદી કરે છે.
મેષ, મિથુન, કર્ક, સિંહ, ક્લ્યા, મકર, કુંભ અને રાશિ પર બુધ આવે ત્યારે રૂમાં મંદી કરે છે. વૃષભ, તુલા, વૃશ્ચિક, ધન રાશિનો બુધ રૂમાં તેજી કરે છે.
શુક્ર-મેષ, વૃષભ, મિથુન, કન્યા, તુલા, ધન અને મીન રાશિનો શુદ્ધ થાય ત્યારે રૂના ભાવમાં મંદી થાય. કર્ક, સિંહ, મકર, કુંભનો શુક્ર રૂમાં તેજી કરે. વૃશ્ચિક રાશિનો શુક્ર વધઘટ કરે. જેટલું વધે તેટલું ઘટે અને જેટલું ઘટે તેટલું વધે.
(૧) સૂર્ય, બુધ, શુક્ર એક રાશિમાં એક માસ રહે છે.
(૨) મંગળ દોઢ માસ અને ચંદ્ર સવા બે દિવસ રહે છે.
(૩) સુદ ૨ નો ચંદ્ર પંદર દિવસ ફળ આપે, પૂનમનો ચંદ્ર એક માસ સુધી ફળ
આપે.
(૪) ગુરુ યા બૃહસ્પતિ એક રાશિમાં ૧૩ માસ રહે છે.
(૫) શનિ એક રાશિમાં અઢી વરસ રહે છે.
(૬) રાહુ, કેતુ એક રાશિમાં દોઢ વરસ રહે છે.
શનિશ્વર વિચાર
એક રાશિ પર શનિશ્વર અઢી વર્ષ સુધી રહે છે. એરંડા, સરસવ, તલ, તેલ વગેરેનો સ્વામી શનિશ્વર છે. તેથી તેલી પદાર્થના ભાવમાં વધઘટની અસર શનિની સ્થિતિ પર અવલંબે છે.
વર્ષનો રાજા શનિ હોય તો ધાન્યમાં તેજી થાય અગાઉથી.સંગ્રહ કરેલું અનાજ હોય તે શ્રાવણ અથવા માગશરમાં વેચવું. સંવત ૧૯૨૬, ૩૩, ૩૬, ૩૭, ૪૦, ૫૦, ૫૩, ૬૩ અને ૬૭ માં આ યોગ બન્યો છે.
તુલા રાશિ પર શિન ૧૫ અંશ થયા પછી રૂમાં મંદી થાય છે. અશ્લેષા નક્ષત્ર પર શનિ આવે તો રૂમાં મંદી થાય.
વૃશ્ચિક પર શનિ આવે ત્યારે રૂ અને ચાંદીમાં મંદી થાય.
કુંભ રાશિમાં શનિ આવે ત્યારે રૂમાં તેજી થાય છે. શરૂઆતમાં છ માસ સુધી તેજી રહે છે. પછી ધીમે ધીમે ભાવ ઘટતા જાય છે.
કુંભ રાશિના અંતમાં એટલે ચાર છ માસ બાકી હોય ત્યારે શેરના ભાવમાં તેજી ચાલુ થાય છે. લગભગ ચાર માસમાં બમણા ભાવ થાય છે. સંવત ૧૯૯૩ માં આ યોગ થયો છે.
શનિ મકર રાશિ પર રૂ તેજી કરે છે. સંવત ૧૯૧૯, ૨૯, ૫૯, ૮૯ માં યોગ થયો. કનકકૃપા સંગ્રહ
૪૯