________________
સંગ્રહ કરી પાંચ માસે વેચવાથી લાભ થાય. ધાન્ય ઘણું પાકે. શુક્રવારે થાય તો અનાજ સસ્તું થાય અને કપાસના ભાવ વધે રૂમાં ૩૦-૩૫ ટકાની તેજી થાય.
સંક્રાંતિ સમયે ચંદ્રની રાશિનો વિચાર મેષ સંક્રાંતિના દિવસે તુલાનો ચંદ્ર હોય તો અનાજ સંગ્રહ કરી છઠે મહિને વેચવાથી લાભ થાય.
* વૃષભ સંક્રાતિને દિવસે વૃશ્ચિકનો ચંદ્ર હોય તો એક જ માસમાં અનાજ મોઘું થાય અથવા ચોથે મહિને લાભ થાય. --
મિથુન સંક્રાંતિ ધનના ચંદ્રમા થાય તો તલ, તેલ અને ધાન્યનો સંગ્રહ કરવાથી ચાર માસમાં લાભ થાય.
કર્ક સંક્રાંતિ મકરના ચંદ્રમાં થાય તો ભયંકર દુકાળ થાય, ચાર માસ સુધી ભારે મોધવારી રહે.
- સિંહ સંક્રાંતિને દિવસે કુંભનો ચંદ્ર હોય તો અનાજના ભાવ છ મહિને બમણા થાય.
કન્યા સંક્રાંતિ મીનના ચંદ્રમાં હોય તો સઘળી વસ્તુ મોંઘી થાય, વિગ્રહ થાય.
તુલા સંક્રાંતિ મેષના ચંદ્ર થાય તો ધાન્યના ભાવમાં બે મહિને અથવા પાંચ મહિને લાભ થાય.
વૃશ્ચિક સંક્રાંતિ વૃષભના ચંદ્રમાં હોય તો સર્વ ધાન્ય ખરીદવાથી બે માસમાં લાભ થાય.
ધન સંક્રાંતિને દિવસે કર્કનો ચંદ્ર હોય તો ગોળ, ઘી, કપાસિયામાં પાંચ માસે લાભ થાય.
કુંભ સંક્રાંતિને દિવસે સિંહનો ચંદ્ર હોય તો ધાન્યમાં ચાર તથા પાંચ માસે લાભ થાય. મીન સંક્રાંતિને દિવસે કન્યાનો ચંદ્ર હોય તો ચાર માસમાં અનાજ ઘણું મોડું થાય.
| ગ્રહોની ગતિ મંગળ-મેષ, વૃષભ, મિથુન, સિંહ, કન્યા, તુલા, ધન, કુંભ અને મીન રાશિમાં મંગળ આવે ત્યારે રૂમાં તેજી થાય. કર્ક અને મકર રાશિનો મંગળ રૂમાં મંદી કરે. વૃશ્ચિક રાશિનો મંગળ થોડી વધઘટ કરે.
બુધ-સિંહ રાશિમાં, કન્યા રાશિમાં અને મીન રાશિ પર આવે ત્યારે પ્રારંભમાં પંદર દિવસમાં રૂમાં ૮-૧૦ ટકાની મંદી થાય છે.
૪૨૮
કનકકુપા સંગ્રહ