________________
મીન સંક્રાંતિ શનિવારી હોય તો સમુદ્રમાં ઉત્પન્ન થનારી વસ્તુઓ-છીપ, મોતી, શંખાદિનો નાશ થાય.
મીન સંક્રાંતિ મંગલકારી હોય તો સોનાના ભાવ વધે. મીન સંકાતિ રવિવારી હોયતો તેલ-ઘી મોંઘા થાય.
મીન સંક્રાંતિ શુક્રકે બુધવારી હોય તો ધાન્ય વગેરે સસ્તાં થાય. - મેષ સંક્રાંતિ રવિવારે અને મંગળવારે થાય તો હાથી દાંત, મજીઠ, કેશર, તેલમાં તેજી થાય. સોમવારે થાય તો રૂમાં ૨૦-૨૫ ટકાની તેજી થાય. વૃષભ સંક્રાતિ સમયે ચંદ્રમાં વૃશ્ચિકનો હોય તો રૂ માં તેજી થાય છે. શનિ, રવિ, મંગળવારે થાય તો ગોળ, રૂ, સૂતર, અનાજ, ઘી, કરીઆણું વગેરેના ભાવ વધે છે. સોમવારી હોયતો ધાન્ય મોઘું થાય અને રૂમાં ૧૫ થી ૨૫ ટકા વધે છે. ગુરુવારી કે શુક્રવારી હોય તો ઘી, ગોળમાં મંદી થાય.
મિથુન સંક્રાંતિ સોમ, ગુરુ કે શુક્રવારી હોય તો રૂમાં ૨૫ ટકા આશરે તેજી થાય.
કર્ક સંક્રાતિ ચતુર્થી, અષ્ટમી કે ચતુર્દશીએ થાય તો ધાન્યના ભાવ તેજ થાય. શનિવારી હોય તો ધાન્યના ભાવ તેજ થાય તથા સોના ચાંદીમાં મંદી થાય. પ્રથમથી ખરીદ કરેલું અનાજ તેજી થયે વેચવાથી અને ઘટયા ભાવે ધાતુ ખરીદ કરવાથી લાભ થાય. શનિ, રવિ, મંગળ કે સોમવારી હોય તો રૂમાં ૨૦-૨૫ ટકા તેજી થાય.
કર્ક સંકાતિના દિવસે વૃષ્ટિ થાય તો ધાન્ય સસ્તું થાય, ભરણી, મઘા અને ચિત્રા નક્ષત્રમાં થાય તો ધાન્યના ભાન તેજ થાય છે. સોમ, બુધ કે શુક્રવારી હોય તો ધાન્ય સસ્તુ
થાય.
* સિંહ સંકાતિ શ્રાવણ સુદમાં થાય તો વરસાદની ખેંચ રહે. શનિ, રવિ, મંગળવારે થાય તો મગ, અડદ, ચણા અને ચોખાના ભાવમાં તેજી થાય છે, એક માસ સીધી તેજી રહે. ગુરુવારી હોય તો ઘી સસ્તું અને ગોળ તથા તેલમાં તેજી થાય છે. સંક્રાંતિના દિવસે વૃષ્ટિ થાય તો ધાન્યની અનંત હાનિ થાય છે. શનિવારી સંક્રાતિ થાય તો રૂમાં ૨૫-૩૦ ટકા તેજી થાય.
કન્યા સંક્રાતિ શનિવારી કે મંગળવારી બેસે તો અલ્પ વૃષ્ટિ થાય અને ધાન્ય મોધું થાય.
તુલા સંક્રાતિ રવિવારી હોય તો ઘઉં અને ચણાના પાકને નુકશાન થાય. શનિવારી હોય તો ઘી, ધાન્ય અને સરસવના ભાવમાં તેજી થાય. બુધવારી હોય તો ચોખા, જુવાર, બાજરી વગેરે ધાન્ય ઘણું પાકે. ગુરુવારી કે સોમવારી હોય તો ધાન્ય સસ્તું થાય, કપાસના ભાવ ઘટે, રૂમાં મંદી થાય. મંગળવારી હોય તો ચોખાની વૃદ્ધિ થાય અને દાન્યની તેજી થાય. ગોળના ભાવ વધે. આ દિવસે વરસાદ થાય તો તલ તેલ, એરંડા, અડદ, મગ વગેરે કનકકૃપા સંગ્રહ
४२७