________________
વસ્તુના ભાવ વધે.
સંક્રાંતિ સમય સૂર્ય તથા ચંદ્ર એકત્ર હોય તો ચાંદીના ભાવ વધે. સંક્રાંતિ અને અમાવસ્યા એકવારી હોયતો ચાંદીના ભાવ વધે.
સંક્રાંતિ સમય ચંદ્રમાં ૧-૨-૪-૬-૭-૧૦-૧૨ રાશિ પર હોય તો ચાંદીમાં તેજી થાય છે.
સંક્રાંતિ અને વારફળ અધિકાર કારતક માસમાં વૃશ્ચિક સંક્રાંતિ બુધવારી હોયતો અનાજ, ઘીમાં તેજી થાય. ગુરુવારી હોય તો અનાજમાં તેજી, રસકસ મંદા થાય. શુક્રવાર હોયતો ધી, ચોખામાં તેજી થાય. રવિ, ગુરુ, શુક્ર કે મંગળવારી હોય તો રૂમાં ૩૦-૩૫ ટકા તેજી થાય.
ધન સંક્રાંતિ ફૂર વારે (શનિ, રવિ, મંગળવારે) લાગે તો કપાસ, સૂતર, કાપડ, ઘી તલ, તેલ, સોના વગેરેના ભાવ તેજ થાય, જેથી પ્રથમ ખરીદનાર ને લાભ થાય.
ધન સંક્રાંતિ શનિ, રવિ, સોમ કે મંગળવારે થાય તો રૂમાં ૪૦-૫૦ ટકા તેજી મંદી થાય.
મકર સંક્રાંતિ શનિવારે થાય તો ધાન્ય, ધાતુમાં તેજી થાય. રવિવારે હોય તો અનાજ, કપાસ તથા લાલ વસ્તુમાં તેજી થાય. સોમવારે હોય તો જુવાર, બાજરી, ચણા વગેરેની ખેતીમાં નુકસાન થાય. મંગળવારે હોય તો ધાન્યમાં તેજી થાય. પંદર મુહૂર્તની હોય તો ચાર-પાંચ માસ સુધી અનાજના ભાવ વધતા જાય. સોમ કે ગુરુવારી હોય તો અનાજ ના ભાવ ઘણા ઘટી જાય.
મકર સંક્રાંતિના દિવસે ચંદ્રમાં કર્ક રાશિનો હોયતો કપાસ, સૂતર, કાપડ, તલ, તેલ, વગેરે સંગ્રહ કરવાથી ૫-૬ મહિને લાભ થાય.
મકર સંક્રાંતિ ગુરુ કે શુક્રવારી હોય તો રૂમાં ૨૫ થી ૩૦ ટકા મંદી થાય.
મકર સંક્રાંતિના દિવસે સૂર્યસ્વર ચાલે તો અને કર્ક સંકાંતિમાં ચંદ્રસ્વર ચાલે તો તે મનુષ્યને છ-છ મહિના સુધી શુભ થાય.
કુંભ સંક્રાંતિ બુધવારે થાય તો ધાન્ય સસ્તું થાય. સંવત ૧૯૬૪, ૭૦ અને ૭૫ માં આ પ્રમાણે થયું હતું. ગુરુવારે થાય તો જુવાર, બાજરી, રસકસના ભાવ વધે. સંવત ૧૯૬૫, ૭૬ માં આ પ્રમાણે થયું. સોમ કે શુકવારે હોયતો રૂ, ચોખા, ચાંદી, સફેદ વસ્તુમાં તેજી થાય. સંવત ૧૯૬૦, ૬૫, ૭૧, ૭૭, ૮૮ માં આ પ્રમાણે થયું હતું.
મીન સંક્રાંતિ રવિ, મંગલ, શનિવારે બેસે તો ઘી, રસકસ, રૂ તેજ થાય. શુક્રવારી હોયતો પણ રૂના ભાવમાં ૨૫ થી ૩૦ ટકા તેજી થાય. ગુરુવારે બેસે તો રસકરના ભાવ ઘટે.
કનકકપા સંગ્રહ