________________
વેચવો જોઇએ.
વર્ષનો રાજા ગુરુ હોય તો ગોળ, ખારેક, કપાસિયાનો સંગ્રહ કરવો. તે ભાદરવામાં વેચવો જોઇએ.
વર્ષનો રાજા ગુરુ હોય તો ગોળ, ઘઉં, તેલ, ખાંડ, કપાસિયા, હળદરમાં મંદી થાય. ફાગણ સુદ ૧૫ રવિ, મંગળ કે શનિવારી હોયતો ઘઉંનો સંગ્રહ કરવો. ચૈત્ર માસમાં ધી, ઘઉં, ચોખામાં તેજી થાય.
ચૈત્ર માસમાં શુક્ર અને શનિ એકત્ર થાય તો ઘી, તેલમાં તેજી થાય.
વૃષસંક્રાતિ શનિ, રવિ કે મંગળવારી થાય તો ગોળ, ઘી, રૂ, સૂતર, કરિયાણાંના ભાવ વધે. શુક્રવારી હોય તો મંદી થાય.
સોમવારે સૂર્યગ્રહણ હોયતો ઘી, તેલ, અફીણ, આદિ વસ્તુઓનો સંગ્રહ કરવાથી
લાભ થાય.
ચંદ્રગ્રહણ શનિવારે થાય તો અળસી, સરસવ, એરંડા, તલ, આદિ સંગ્રહ કરવાથી છ માસ લાભ થાય. આ યોગ સંવત ૧૯૪૨, ૪૪, ૪૮, ૫૬, ૬૩, ૬૮ માં બન્યો છે. સૂર્યગ્રહણ મંગળવારે થાયતો, ગોળ, ખાંડ, ઘી, ઘઉં, ચોખામાં તેજી થાય. કોઇ પણ પખવાડિયામાં દશમ કે તેરશ તિથિનો ક્ષય થાય તો ઘીના ભાવ વધે. એક મહિનામાં બે યોગ તૂટે તો ઘીમાં તેજી થાય અને યોગ વધે તો મંદી થાય. ચૌદશની ઘડીઓતી પૂનમની ઘડીઓ વધે તો ઘીમાં મંદી થાય.
કાર્તિક વદ ૧૦ શનિવારી અને મઘા નક્ષત્ર હોય તો ચાર માસમાં ઘીની તેજી થાય. અમાવસ્યાની ઘડીઓ કરતાં પૂનમની ઘડીઓ વધારે હોયતો ધીની તેજી થાય.
શુકલ પક્ષમાં ક્રૂર વાર (સૂર્ય, મંગલ, શશિન) માં યોગ તૂટે તો પૂરા યોગ સમજવા. કૃષ્ણ પક્ષમાં યોગ તૂટે તો અર્ધા યોગ ઘીની તેજી માટે સમજવા. શુકલ પક્ષ ચતુર્થી તૂટે તો ઘીની તેજી થાય. પોષ વદ ૧૨ જ્યેષ્ઠા નક્ષત્ર અને બુધવાર હોયતો ઘીની તેજી થાય. ૫૯-સંક્રાંતિ વિચાર
સંક્રાંતિ સમય, જે વાહન, આયુધ, વસ્ત્ર, વિલેપન, ભક્ષ્ય, પાત્ર આદિનો સ્વીકાર કરે તે વસ્તુનો નાશ થાય એટલે ઘટવધ થઇ મોંઘી થાય.
સંક્રાંતિ પંદર મુહૂર્ત હોય તો ધાન્યના ભાવ વધે. ૩૦ મુહૂર્તમાં સાધારણ, ૪૫ મુહૂર્તમાં મંદી થાય.
ઉભી સંક્રાંતિ રવિવારે થાય તો ઘીના ભાવ વધે. મંગળવારે થાય તો ઘઉં તથા લાલ
કનકકૃપા સંગ્રહ
૪૨૫