________________
ધન રાશિ પર ગુરુ આવે ત્યારે ગોળની નિપજ ઘણી થાય છે. કાર્તિક માસમાં ધી સંગ્રહ કરી ચૈત્રમાં વેચવું જોઇએ. સંવત ૧૯૪૫, ૫૭, ૬૮ તેમજ ૧૯૯૩ માં આ યોગમાં ગોળની નિપજ ઘણી થઇ. બંગાળી મણ ૧) ના ભાવ રૂ. ૩) હતા અને મકર પર ગુરુ આવતા બમણા ભાવ થયા છે.
. મહા સુદ ૧૫નું ગ્રહણ તો રસકસનો સંગ્રહ કરવાથી લાભ થાય. આ યોગ સંવત ૧૯૨૫, ૪૪, ૬૧ ૬૩ માં બન્યો છે.
કાર્તક વદ ૦)નું ગ્રહણ થાય તો ઘીના ભાવ ઘટી જાય. સંવત ૧૯૫૮, ૬૯ માં તેમ થયું છે.
વૃશ્ચિક સંક્રાતિ બુધવારી થાય તો ધાન્ય અને ઘીના ભાવ વધે. ગુરુવારી થાય તો અનાજ તેજ થાય, રસકસનાં મંદી થાય.
સિંહ રાશિનો ગુરુ થાય ત્યારે ધીમાં મોટી મંદી આવે, બંગાળી મણ ૧) ના ભાવ રૂા. ૭૨) હોય તો ઘટીને રૂા. ૫૨) થાય. લગભગ ૨૦ ટકા ઘટે.
પોષ સુદ ૧૫નું ગ્રહણ રસકસ, રૂ, સૂતરમાં તેજી કરે.
પોષ સુદ ૧૩ મંગળવારી કે શનિવારી હોય તો ધી અને ઘઉં સંગ્રહ કરવાથી લાભ
થાય.
કુંભસંક્રાતિ ગુરુવારી થાય તો રસકસ તેજ થાય.
મીન સંક્રાતિ રવિ, મંગળ કે શનિવારી બેસે તો ઘી, રસકસ તથા રૂમાં તેજી થાય. ગુરુવારી હોયતો રસકસમાં મંદી થાય.
કર્ક રાશિનો ગુરુ, મીનનો શનિ, તુલાનો મંગળ થાય તો, ગોળ, ઘી, ધાન્યમાં તેજી કરનાર છે.
થાય.
રવિવારે સૂર્યગ્રહણ થાય તો ઘી, તેલ, ખાંડમાં અઢી માસમાં લાભ થાય. વૃશ્ચિક રાશિમાં ગુરુમાં પહેલા પાંચ માસ સુધી સોના, ચાંદી, ધી અને રૂમાં તેજી
મીન રાશિના ગુરુમાં તલ, તેલ અને ઘીમાં મંદી થાય, પછી તેજી થાય. સફેદ વસ્તુમાં મંદી થાય.
વર્ષનો રાજા બુધ હોય તો ઘી, તેલ, કપાસિયા, ગોળ, એરંડા, ખાંડ અગાઉથી વેચવામાં લાભ થાય અર્થાત્ ભાવ ઘટતા જાય.
તુલા સંક્રાતિ મંગળવારી થાય તો ગોળના ભાવ વધે.
વર્ષનો રાજા મંગળ હોય તો ગોળ, ખારેક, કપાસિયાનો સંગ્રહ કરવો. તે ભાદરવામાં
કનકકૃપા સંગ્રહ
૪૨૪