SearchBrowseAboutContactDonate
Page Preview
Page 467
Loading...
Download File
Download File
Page Text
________________ શનિ આવે એટલે ત્રણ ચાર માસ બાકી હોય ત્યારે શેરોના ભાવો દોઢગણા થાય છે. ડીફર્ડના ભાવ રૂ. ૧૫૦૦) થી વધીને રૂ.૨૨૦૦) થયા છે. સંવત ૧૯૯૩ ના પોષ, મહા, ફાગણમાં આ યોગ બન્યો છે. મીન રાશિનો શનિ થતાં શરૂઆતમાં શેરના ભાવો ઘટે છે. (કુંભ-રાશિના અંતમાં વધેલા ભાવો ઘટે છે.) - બુધ વક્રી થાય ત્યારે શેરમાં તેજી થાય. શુક ધન રાશિ પર આવે ત્યારે શેરમાં તેજી થાય. કર્ક રાશિનો શુક શેરમાં તેજી કરે છે. શુક કુંભ રાશિનો હોય અને તે સમયે શનિ અસ્ત હોય તો શેરોમાં મંદી કરે. શનિ વકી ધનરાશિ ઉપર થાય તો પહેલાં શેરોમાં મંદી થાય, પછી તેજી થાય અને પાછળથી મંદી થાય. . શનિ વક્ર તુલા રાશિ પર આવે ત્યારે બે માસ તેજી થાય, પછી મંદી થાય. સુદ ૧૫ શુક્રવારી હોય તો શેરમાં તે દિવસે જે સારી તેજી થાય. શનિ વક્રી થાય ત્યારે શેરમાં ૨૦૦-૨૫૦ ટકાની તેજી થાય. પંચક નક્ષત્ર (કુંભના ચંદ્રમાં ૫૦ ઘડી પછી બેસે અને મેષનો ચંદ્રમાં પણ રાત્રે બેસે તો શેરના ભાવ એક માસ સુધી વધીને તેજી થાય. મીન રાશિમાં સૂર્ય, બુધ ભેગા થાય ત્યારે શેરના ભાવ ઘટે. કુંભ રાશિના સૂર્ય-કુંભ સંક્રાતિમાં શેરના ભાવ વધે. કુંભ રાશિના બુધ કે શુક થાય ત્યારે શેરમાં મંદી આવે. કુંભ રાશિનો મંગળ થાય ત્યારે શેરમાં સારી તેજી થાય. રાહુ અને ચંદ્રના યોગમાં શેરમાં બે દિવસ મંદી થાય. બુધ, ગુરુ અથવા શુક વકી હોય અને સૂર્ય સાથે યુતી થાય ત્યારે શેરમાં પહેલેથી તેજી થાય. યુતી થયા બાદ ધીમે ધીમે ભાવ ઘટતા જાય. - શનિ અને મંગળ, શનિ અને ગુરુ, રાહુ અને ગુરુ ગુર અને કેતુ, ગુરુ અને મંગળ એકત્ર થાય ત્યારે શેરના ભાવોમાં તેજીની કે મંદીની અસર જરૂર થાય છે. તે ટાઇમે બજારનું વાતાવરણ જોઈ વેપાર કરવાથી લાભ થાય. ઘી, તેલ, ગોળ વિષયક તેજીમંદી વિચાર સુદ ૨ બુધ, સુદ છઠ્ઠ રવિ, સુદ ૧૦ ગુરુવાર હોય. તો ઘીના ભાવો વધે છે. આ યોગ ઘણીવાર મળે છે. કનકકુપા સંગ્રહ ૪૨૩
SR No.023015
Book TitleKanak Jain Vividh Sangraha
Original Sutra AuthorN/A
AuthorHariprabhvijay
PublisherKanakkirti Harigranth Mala
Publication Year
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy