________________
બુધ પશ્ચિમે અસ્ત હોય અને વકી હોય તે ટાઈમે ચંદ્રનો વેધ હોય તો ચાંદીમાં તેજી
મિથુન રાશિ પર રાહુ આવે ત્યારે ચાંદીમાં મોટી મંદી થાય.(અગાઉથી જ વેચવી જોઈએ.)
કર્ક સંક્રાતિ શનિવારી હોયતો સોના ચાંદીમાં મોટી મંદી થાય.(મંદીમાં ખરીદવાથી આગળ ઉપર લાભ થાય.)
રવિવારે ચંદ્ર ગ્રહણ થાય તો ચાંદીમાં મંદી થાય.માટે પ્રથમથી વેચવી જોઈએ. સંવત ૧૯૨૩ ભાદ્ર, ૨૮ આષાઢ, ૩૩ ભાદરવો, ૩૬ માગશર, ૪૮ કાર્તિક, ૫૫ આષાઢ, ૬૧ મહા, ૭૮ આસોમાં એ યોગ બન્યો છે. ગ્રહણ આગલી રાતનું કે પાછલી રાતનું, આખું, અધું કે ચતુર્થાશ વગેરે જે પ્રમાણે હોય તે પ્રમાણે ઓછીવત્તી અસર જરૂર થાય છે.
સૂર્યગ્રહણ મંગળવારે થાય તો ચાંદી, રૂ, સૂતર, કાપડમાં અને ગોળ, ખાંડ, ઘી, ચોખામાં સાડાચાર મહિના સુધી તેજી રહે છે.
તુલા રાશિ પર મંગલ વકી થાય તે સફેદ વસ્તુમાં તેજી કરે. શુક્રવારે ચંદ્રમાનો ઉદય (ચંદ્રદર્શન) થાય તો રૂ અને ચાંદીમાં તેજી થાય.
સોમવારી અમાવસ્યા ચાંદીમાં મંદી કરે, પંદર દિન આગળ પાછળ મંદી થાય. ગુરુ માર્ગી થાય તો ચાંદીમાં મંદી કરે. કુંભ રાશિ પર શુક આવે ત્યારે ચાંદીમાં મંદી થાય. શુક્ર પૂર્વમાં અસ્ત થાય ત્યારે ચાંદીમાં મંદી થાય. વૃશ્ચિક રાશિનો શનિ ચાંદીમાં મંદી કરે. બુધ, ગુરુ કે શુકનો ઉદય થાય ત્યારે ચાંદીમાં મંદી થાય. શનિ માર્ગી થાય ત્યારે ચાંદીમાં મંદી કરે.
મિલોના શેરોમાં મોટી વધઘટમાં ખાસ સંયોગો બુધ સિંહ રાશિ પર આવે ત્યારે શેરમાં મંદી થાય છે. બુધ અસ્ત થાય ત્યારે શેરના ભાવ ઘટે છે.
કુંભ રાશિનો ગુરુ થાય ત્યારે પ્રારંભમાં ચાર માસ સુધી વધઘટ થઈને મંદી થાય છે.' તાતા ડીફર્ડ જેવા મોટા શેરોમાં ૪૦ થી ૫૦ ટકા ઘટે છે. સંવત ૧૯૯૪માં ૧૪૦૦ થી ઘટીને ૯૦ થયા છે. ત્યારબાદ બીજા ગ્રહોની અસર થતાં ભાવ સુધરીને ફરી ૧૫૦) થયા છે. બીજી વાર ઘટીને ૧૦૦૦- થયા છે. મોટી વધઘટ થાય છે. કુંભ રાશિનો શનિ થાય ત્યારે શેરના ભાવોમાં તેજી થાય છે. કુંભ રાશિના અંતમાં
કનકકૃપા સંગ્રહ
૪૨૨