________________
ચાંદીમાં વધઘટના યોગ શુક પશ્ચિમમાં અસ્ત થાય તો ચાંદી પ્રારંભમાં તેજી કરે છે. કુંભ રાશિનો શનિ ચાંદીમાં તેજી કરે છે. બુધ, ગુરુનો પરસ્પર વેધ થાય તો તેજી કરે છે. બુધ, ગુરુ કે શુકમાંથી કોઇ ગ્રહ અસ્ત થાય ત્યારે ચાંદીમાં તેજી થાય છે. મંગળ ધન રાશિ પર આવે ત્યારે ચાંદીમાં તેજી થાય. મંગળ વકી થાય ત્યારે ચાંદીમાં તેજી થાય છે.
બુધ વકી થઈને અસ્ત થાય ત્યારે ચાંદીમાં તેજી થાય. પહેલે દિવસે જ થોડી ઘટીને પછી ભાવ વધતા જાય છે. બે ત્રણ ટકા તેજી થાય છે.
સુદ એકમ ને બુધવાર હોય તો ચાંદીમાં મંદી થાય છે.
ચૈત્ર સુદ એકમ બુધવારી હોયતો અવશ્ય બે ત્રણ ટકા ઘટે છે. સં. ૧૯૫૮ ભાદ્ર, ૧૯૬૦ જેઠ ૧૯૯૨ માગશર સુદ ૧ બુધ, ચાંદી ૧૫ ટકા ઘટી, રૂ. ૬૫ ના રૂા.૫૦નો ભાવ થયો છે.
બુધ મીન રાશિ પર હોય તો ચાંદીમાં મંદી કરે છે. ગુરુ વકી થાય તો ચાંદીમાં તેજી કરે છે.. સિંહ અને કન્યાનો મંગળ ચાંદીમાં તેજી કરે છે. સૂર્ય, બુધ એક રાશિ પર આવે ત્યારે ચાંદીમાં તેજી થાય. સૂર્ય વરખ રાશિ પર આવે ત્યારે ચાંદીમાં મંદી થાય.
સૂર્ય સિંહ રાશિનો હોય અને મંગલ તથા ગુરુ વકી થતો હોય ત્યારે ચાંદીમાં તેજી થાય છે.
સૂર્ય ને શુક કર્ક રાશિ પર હોય ત્યારે ચાંદીમાં તેજી થાય. મંગળનો ઉદય ચાંદીમાં તેજી કરે. શનિ માર્ગી હોયતો ચાંદીમાં મંદી કરે. શુક મીન રાશિ પર આવે ત્યારે ચાંદીમાં શરૂઆતમાં તેજી થાય. શુક મેષ રાશિથી ઉતરતાં ચાંદીમાં તેજી કરે. ચંદ્રને શુકનો પરસ્પર વેધ થાય ત્યારે ચાંદીમાં મંદી કરે. બુધ ને શુકનો પરસ્પર વેધ થાય ત્યારે ચાંદીમાં મંદી થાય રાહુ સાથેનો વેધ ચાંદીમાં મંદીકર્તા છે.
કનકકુપા સંહ
૪૨૧