________________
સોમવારનું સૂર્યગ્રહણ થાય તો ઘી, તેલ, અનાજ, અડદ ફીણ વગેરે તથા કપાસ, કપડાં, લવીંગ, અફીણ વગેરેમાં બે માસ પછી લાભ થાય.
સૂર્યગ્રહણ માસ સંબંધી વિચાર કાર્તિક માસમાં સૂર્યગ્રહણ થાયતો સુભિક્ષ-સુકાળ થાય. માગશરમાં થાય તો રસકસના ભાવ વધે. પોષ માસમાં થાય તો ધાન્ય તેજી થાય. મહા માસમાં થાય તો મધ્યમ ફળ થાય. ફાલ્ગન માસમાં થાય તો ધાન્ય બહુ તેજ થાય. ચૈત્રમાં થાય તો સોનું અને અનાજનો સંઘરો કરવાથી જલ્દી લાભ થાય. વૈશાખમાં હોય તો કપાસ, રૂ, સૂતર, કાપડ, તલ, તેલ સંગ્રહ કરવાથી લાભ થાય. જેઠ માસમાં થાય તો અનાજ અવશ્ય સંગ્રહવું. આષાઢમાં થાય તો દુર્ભિક્ષ, રાજ્ય-વિગ્રહ થાય. શ્રાવણમાં થાય તો ધાન્ય વેચવું, જેથી લાભ થાય. ભાદરવામાં થાય તો સુકાળ થાય. આસો મહિનામાં થાય તો ઘી, તેલના ભાવ વધે.
ગ્રહાણ અને નક્ષત્રયોગ-વિચાર સૂર્ય કે ચંદ્રગ્રહણ પુનર્વસુ નક્ષત્રમાં થાય તો ચોખાના ભાવ વધે, રૂ, કપાસના ભાવ
પૂર્વા ફાલ્ગનીમાં થાય તો રૂ, સૂતર, કાપડ તથા સર્વ પ્રકારનાં તેલમાં ભાવ વધે. ઉત્તરાફાલ્ગનીમાં થાય તો ચોખામાં તેજી થાય. વિશાખામાં થાય તો રૂ, અડદ, ચણા અને લાલ વસ્તુના ભાવ વધે. અનુરાધામાં થાય તો ચોખા, મકાઈ, જુવાર, તલમાં તેજી થાય. જયેષ્ઠામાં ગ્રહણ થાય તો તાંબુ વગેરે મોઘું થાય. શ્રવણ નક્ષત્રમાં ગ્રહણ થાય તો ઘઉંવગેરે અનાજ મોંઘાં થાય. રોહિણી નક્ષત્રમાં સૂર્યગ્રહણ થાય તો કપાસ, રૂ, સૂતરના ભાવ તેજ થાય. મૂળ નક્ષત્રમાં સૂર્ય કે ચંદ્રગ્રહણ થાય તો રૂ, કપાસના ભાવ તેજી થાય.
૪૨૦
કનકકૃપા સંગ્રહ