________________
(૫) ફાળુનમાં ચંદ્રગ્રહણ થાય તો રસકેસ સંગ્રહવાથી આગળ ઉપર લાભ થાય. સંવત ૧૯૫૦, પ૨, ૬૮ અને ૮૮માં આ યોગ થયો છે.
(૬) ચૈત્રમાં ચંદ્રગ્રહણ થાય તો ચોમાસામાં દુકાળ થાય.
(૭) વૈશાખમાં ચંદ્રગ્રહણ થાય તો સર્વ જણસ મોંધી થાય. રૂમાં ૨૫ થી ૩૦ ટકા આશરે તેજી થાય.સંવત ૧૯૪૮ માં એ યોગ બન્યો છે.
(૮) જેઠમાં ચંદ્રગ્રહણ હોયતો રૂ અને અનાજ ખરીદ કરી સંગ્રહ કરવાથી લાભ થાય. સંવત ૧૯૨૦, ૫૬, અને ૬૬ માં આ યોગ બન્યો છે.
(૯) આષાઢમાં ચંદ્રગ્રહણ થાય તો રસકસ તેજ થાય. રૂમાં ૨૦-૨૫ ટકા તેજી થાય.
(૧૦) શ્રાવણમાં ચંદ્રગ્રહણ થાય તો સર્વ વસ્તુ મોંધી થાય. રૂમાં ૪૦-૫૦ ટકા તેજી થાય.
(૧૧) ભાદરવામાં ચંદ્રગ્રહણ થાય તો ધાન્ય વેચી રસ નો સંગ્રહ કરવો.રૂમાં ૨૦૨૫ ટકા તેજી થાય.
(૧૨) આસોમાં ચંદ્રગ્રહણ થાય તો કપાસ, રૂ, સુતર વગેરે મોંઘા થાય. રૂમાં ૪૦૫૦ ટકા વધે.
સૂર્યગ્રહણ અને વારફળ રવિવારે સૂર્યગ્રહણ થાય તો ઘી, તેલ, ખાંડમાં અઢી મહિના સુધી ભાવ વધતા જાય. આ યોગ સંવત ૧૯૨૩ અને ૬૮ માં બન્યો છે.
મંગળવારે સૂર્યગ્રહણ થાય તો ચાર મહિના સુધી સર્વ વસ્તુમાં તેજી થાય. કપાસ તથા સફેદ વસ્તુનો સંગ્રહ કરવાથી બે મહિના પછી લાભ થાય. સંવત ૧૯૨૫ ના ભાદરવામાં, ૨૮ ના માગશરમાં, ૩૧ ના ચૈત્રમાં, ૪૭ ના આષાઢમાં આ યોગ બન્યો છે, રૂ, સૂતર, કાપડ, ચાંદી, ગોળ, ખાંડ, ઘી, ઘઉં, ચોખા વગેરેમાં તેજી થાય છે. બે માસમાં લાભ થાય છે.
શનિવારે સૂર્યગ્રહણ થાય તો લાલ, પીળી વસ્તુમાં તેજી થાય. આ યોગ સંવત ૧૯૩૧ ના આસો અને ૫૪ના માહ માસમાં બન્યો છે.
સૂર્યગ્રહણ થાય ત્યારે પંદર દિન અગાઉથી રૂમાં મંદી થાય. ગ્રહણ ખગ્રાસ હોય તો પૂરું અને અધૂરું હોય તો ઓછું ફળ મળે. સૂર્યગ્રહણને દિવસે વ્યતિપાત યોગ હોયતો રૂમાં વિશેષ તેજી કરે.
કનકકૃપા સંગ્રહ
૪૧૯: