________________
(૩) મંગળવારે ચંદ્રગ્રહણ થાય તો રૂ, સૂતરના ભાવ વધે છે. સંવત ૧૯૯૦ મહા સુદ ૧૫ મંગળવારે આ યોગ બન્યો છે. ફાગણ સુદ ૧૫ સુધીમાં ભરૂચ રૂના ભાવ ૧૮૦થી વધીને ૨૮૧ થયા છે. લાલ વસ્તુમાં વિશેષ તેજી કરે..
(૪) બુધવારે ચંદ્રગ્રહણ થાય તો સુવર્ણ (સોનું) સંગ્રહ કરવાથી લાભ થાય. ચોખા, ઘંઉ વગેરે અનાજ, રૂ, સોનું, પિત્તળ, ધાતુ તેજ થાય. લાલ વસ્ત્ર સંગ્રહ કરવાથી લાભ થાય. સંવત ૧૯૫૦, ૬૭, ૭૪ અને ૭૭માં એ યોગ બન્યો છે.
(૫) ગુરુવારે ચંદ્રગ્રહણ થાય તો પીળી, લાલ અને સુગંધી વસ્તુ તથા તેલ સંગ્રહ કરવાથી લાભ થાય, રૂમાં તેજી થાય.
(૬) શુકવારે ચંદ્રગ્રહણ થાય તો ચાંદી, મોતી, શ્વેત કાપડના ભાવ તેજ થાય. રૂના ભાવમાં ચાર મહિના સુધી મંદી થાય, પછી તેજી થાય. સંવત ૧૯૫૬, ૭૬ અને ૮૮ માં એ યોગ બન્યો છે. . (૭) શનિવારે ચંદ્રગ્રહણ થાય તો અલસી, એરંડા અને તેલમાં છ માસ પછી લાભ થાય. આ યોગ સંવત ૧૯૪૧,૪૪,૪૮, ૨૬, ૬૦, ૬૩ અને ૬૮ માં બન્યો છે.
અપવાદ-સં. ૧૯૯૧ માં પોષ સુદ ૧૫ શનિવાર પુનર્વસુ નક્ષત્રમાં ચંદ્રગ્રહણ થયું, ત્યારે એક માસ અગાઉથી તેલ, ઘી, અનાજ, રૂમાં સારી તેજી, સવાયા ભાવ થયા અને ગ્રહણ થઇ ગયા પછી વદ પછી એકમે વરસાદ થયો તેથી વધેલા ભાવો ઘટી ગયા છે. ગ્રહણની અસર પ્રથમ થઇ ગઇ. જુવાર, અફીણ વગેરે કાળી વસ્તુ તથા પીળાં, લાલ વસ્ત્ર તથા તાંબુ વગેરે ધાતુ સંગ્રહ કરવાથી બે માસમાં લાભ થાય.
સૂર્યગ્રહણ થયા પછી પંદર દિવસે ચંદ્રનું ગ્રહણ થાય તો ૧૫ દિવસ અગાઉથી દોઢ માસ સુધી ચાદીમાં ૪-૫ ટકાની તેજી થાય. સંવત ૧૯૫૯, ૬૦ માં આ યોગ બન્યો છે.
સુદ ૧૪ નો ક્ષય હોય અને તે દિવસે ગ્રહણ થાય તો રૂમાં મોટી મંદી આવે. રૂના ભાવ રૂ. ૨૫૦ હોય તો ૫૦ ટકા લગભગ ઘટે છે. તેની અસર શરૂઆતથી દોઢ માસ સુધી રહે છે. સંવત ૧૯૫૫, ૭૬ અને ૮૮ ના ચૈત્ર માસમાં આ યોગ બન્યો છે.
માસ ચંદ્રગ્રહણ અધિકાર (૧) કારતકમાં ચંદ્રગ્રહણ થાય તો સમુદ્રમાં વિગ્રહ થાય. (૨) માગશરમાં ચંદ્રગ્રહણ થાય તો ધાન્યમાં સાત મહિને લાભ થાય. (૩) પોષમાં ચંદ્રગ્રહણ થાય તો રસકસ તેજ થાય, રૂમાં ૩૦ થી ૩૫ ટકા તેજી
થાય.
(૪) મહામાં ચંદ્રગ્રહણ થાય તો રસ સંગ્રહવાથી શીઘ લાભ મળે.
૪૧૮
કનકથા સંગ્રહ