________________
માં બન્યો છે.
(૧૦) મકર રાશિ પર ગુરુ આવે ત્યારે રૂમાં વધઘટ થઇ મંદી થાય. સંવત ૧૯૪૬, ૫૮, ૭૦ અને ૯૩ માં આ યોગ થયો છે. મકર રાશિ પર ગુરુ વક્રી થાય અને કુંભ રાશિ પર શિન વક્રી હોય, અથવા બંને ગ્રહો સાથે વક્રી થતા હોય તો રૂમાં મોટી મંદી થાય.
(૧૧) કુંભ રાશિ પર ગુરુ આવે ત્યારે છ મહિના રૂમાં તેજી થઇ પછી મંદી થાય. શ્રાવણ માસમાં અનાજ ખરીદ કરી પોષ માસમાં વેચવાથી લાભ થાય.
(૧૨) મીન રાશિમાં ગુરુમાં સર્વ સફેદ ચીજમાં મંદી થાય. રૂમાં પાંચ માસ સુધી તેજી થાય તલ, તેલ, ઘીમાં મંદી થાય. આ યોગ સંવત ૧૯૩૬, ૪૮, ૬૦, ૭૨ અને ૮૪ માં થયો છે. પ્રથમ પાંચ માસ અનાજ મોઘું થાય, પછી સસ્તું થાય, સોંઘવારીમાં ખરીદ કરીને ધાન્ય, ઘી, તેલ વગેરે શ્રાવણ સુદ પુનમે વેચવાથી લાભ થાય. આષાઢ ને શ્રાવણ સુદ પુનમે વેચવાથી લાભ થાય. આષાઢ ને શ્રાવણ માસમાં મોધવારી થાય. મીન રાશિ પર ગુરુ વક્રી થાય તે મીન રાશિ પર વક્રી રહે ત્યાં સુધી રૂમાં તેજી થાય, અને કુંભ રાશિ પર જાય ત્યારે મંદી થાય.
ગ્રહણ ફળ અધિકાર
(૧) સૂર્ય કે ચંદ્રનુ ગ્રહણ જે દેશમાં થાય તે દેશમાં તેનુ ફળ મળે છે. (૨) સૂર્ય કે ચંદ્રનું ગ્રહણ આખું થાય તો તેનું ફળ વીંસ દિવસમાં મળે છે. (૩) સૂર્ય કે ચંદ્રનું ગ્રહણ પોણા ભાગનું હોય તો તેનું ફળ એક માસમાં મળે છે. (૪) સૂર્ય કે ચંદ્રનું ગ્રહણ અડધા ભાગનું હોય તો બે માસમાં ફળ આપે છે. (૫) સૂર્ય કે ચંદ્રનું ગ્રહણ ચોથા ભાગનું થાય તો ચાર માસમાં ફળ મળે છે. (૬) ચંદ્રગ્રહણ થવાનું હોય તો રૂના ભાવ પહેલાં વધે.
અપવાદ-ગ્રહણ થયા પથી તે જ દિવસે વરસાદ થાય તો ગ્રહણની અસરમાં ફેરફાર થાય યા ઉલટસુલટ ફળ થાય.
ચંદ્રગ્રહણ અને વારફળ
(૧) રવિવારે ચંદ્રગ્રહણ થાય તો વરસાદ ઓછો થાય. ઘી, ચાંદીમાં મંદી થાય. તે માટે પહેલેથી વેચવું. તેલ વેચી દેવાથી લાભ થાય અર્થાત્ સસ્તું થાય. ગ્રહણ થયા પહેલાં ભાવ ઘટી ગયા હોય તો પછી તેજી થાય.
(૨) સોમવારે ચંદ્રગ્રહણ થાય તો કપૂરનો નાશ થાય. ધાન્ય સંગ્રહ કરવાથી લાભ થાય. આ યોગ સંવત ૧૯૨૩, ૨૮, ૩૩, ૩૬, ૪૮, ૫૫, ૬૧ અને ૭૮ માં બન્યો છે.રૂમાં ૩૦-૩૫ ટકા તેજી થાય.
કનકકૃપા સંગ્રહ
૪૧૭