________________
(૭) વર્ષનો રાજા શુક હોય તો ધાન્યનો સંગ્રહ કરવો આસો કાર્તિકમાં વેચવાથી લાભ થાય.
રાશિ પરના ગુરુનું ફળ (૧) મેષ રાશિ પર ગુરુ આવે ત્યારે વૃષ્ટિ ધણી થવાથી સુકાળ થાય. સોનું, ચાંદી, તાવ્યું અને કપાસમાં પ્રથમ ત્રણ માસ સુધી મંદી થાય છે. ભાદરવા માસમાં ચોખા, ઘી, ઘઉમાં મંદી થાય અને આસોથી ફાગણ છ માસ તેજી થાય. કાર્તિક તથા માગશરમાં રૂ અને અનાજમાં તેજી થાય.
(૨) વરખ રાશિ પર ગુરૂ આવે ત્યારે ધાન્ય તેજી થાય. ઘી, તેલ ચૈત્ર માસમાં મોહ્યાં થાય. ચણા શ્રાવણ માસમાં મોંઘા થાય. રૂમાં એક વર્ષમાં એકસો ટકા તેજી થાય. આ યોગ ૧૯૩૮, ૫૦, ૬૨ અને ૭૪માં થયો છે.
(૩) મિથુન રાશિ પર ગુરુ આવે ત્યારે રૂમાં ૫૦ ટકાની મંદી થાય છે. સંવત ૧૯૩૯, ૫૧, ૬૩, ૩૫ અને ૮૭માં યોગ બન્યો છે. સોના ચાંદી, ઘી, તેલમાં પાંચ સુધી તેજી રહે, માગશરમાં ખરીદ કરી વૈશાખમાં વેચવાથી સારો લાભ થાય.
(૪) કર્ક રાશિપર ગુરુ આવે ત્યારે વધઘટે સો ટકાની તેજી થાય છે, અને વકી થઈ મિથુન પર આવે ત્યારે મંદી થાય છે. સંવત ૧૯૪૦, પર, ૬૪, ૬૬ અને ૮૮માં એ યોગ બન્યો છે.
(૫) સિંહ રાશિમાં ગુરુ આવે ત્યારે આઠ મહિના સુધી વધઘટ થઈ રૂ મંદી થાય છે. સંવત ૧૯૪૧, ૫૩, ૬૫, ૭૭ અને ૮૯માં એ યોગ બન્યો છે. ઘી, તેલ, અનાજ સર્વ ચીજ આષાઢ માસમાં વધારે સસ્તી થાય છે. . (૬) કન્યા રાશિ પર ગુરુ આવે ત્યારે ચાર માસમાં રૂા. ૫૦ ઘટે છે. એ યોગ સંવત ૧૯૪૨, ૫૪, ૬૬, ૭૮ અને ૯૦માં બન્યો છે. સર્વ વસ્તુ મંદી રહે, સુકાળ વર્તાવે.
(૭) તુલા રાશિ પર ગુરુ આવે ત્યારે ધાન્યનો સંગ્રહ કરવો. વર્ષમાં અંતમાં લાભ થાય. સંવત ૧૯૪૩, ૫૫, ૬૭, ૭૮ અને ૯૦માં બન્યો છે.
(૮) વૃશ્ચિક રાશિ પર ગુરુ આવે ત્યારે પાંચ માસ સુધી રૂ, સોના, ચાંદી, ઘીમાં તેજી રહે છે, સંવત ૧૯૪, ૫૬, ૬૮, ૮૦ અને ૯૨ માં અને ૨૦૦૨ માં આ યોગ બન્યો
(૯) ધન રાશિ પર ગુરુ આવે ત્યારે ગોળનો પાક ઘણો થાય છે, તે સસ્તા ભાવમાં ખરીદવાથી મકરનો ગુરુ થાય ત્યારે બમણો લાભ થાય છે. કાર્તિક માસમાં ઘી ખરીદ કરી ચૈત્રમાં વેચવાથી સારો લાભ થાય છે. એ યોગ સંવત ૧૯૪૫, ૫૭, ૬૯, ૮૧ અને ૩ ૪૧૬
કનકકૃપા સંગ્રહ