________________
મનુષ્યો દુનિયાદારીમાં અને વહેવારમાં પાક્કા હોય છે. આ લોકો ધન પ્રાપ્તિ માટે હોશીયાર હોય છે. પરંતુ સ્વભાવે કડક અને કંજુસ હોય છે તેઓ સાવધ, અતડા અને ઘણીવાર એકલવાયા સ્વભાવના હોય છે. આ લોકો પૈસા બચાવી જાણે છે. અને ધનિક થાય છે. આવા લોકો સ્થિર મનથી એકજ ધંધાને વળગી રહે છે. અને જીવનમાં ખૂબજ આગળ વધે
છે.
અક્કડ અંગુઠાવાળી વ્યકિતઓ બહુ રાજી પણ થતી નથી અને બહુ દુ:ખી પણ થતી નથી. આ લોકો બીજા ઉપર હુકમ ચલાવી સારામાં સારુ કામ કઢાવી લેવાની આવડત ધરાવે છે. આ લોકો ગુસ્સે પણ જલ્દી થાય છે અને બગડેલી બાજી સુધારી પણ લે છે અને તેઓ ધાર્યું કરવાવાળા હોય છે.
વર્ષ પ્રબોધ યાને મેધમહોદયમાંથી
તેજીમંદીનું સ્વરૂપ વર્ષના રાજાનું ફળ
(૧) વર્ષનો રાજા રવિ હોય તો ઘી, ગોળ, તેલ, અનાજ આષાઢ શુદ ૧ તેજ થાય. એક જ મહિનામાં સારી તેજી થાય. સંવત ૧૯૨૯, ૩૯,૪૩, ૬૬, ૭૦, ૭૩ અને ૭૭માં યોગ બનેલા છે.
(૨) વર્ષનો રાજા મંગલ હોય તો અનાજને સંઘરવું અને આસો માસમાં વેચવું. ગોળ, ખારેક, કપાશિયા, ભાદરવામાં વેચવા. સંવત ૧૯૨૫, ૨૮, ૩૨, ૩૫, ૫૨, ૫૫, ૫૮, અને ૬૨ માં એ યોગ બનેલા છે.
(૩) વર્ષનો રાજા બુધ હોય તો ઘી, તેલ, કપાશિયા, ગોળ, એરંડા, ખાંડ વેચવાથી લાભ થાય. મોંઘવારી થતી જાય. વાયદાથી વેચનારને લાભ થાય. સંવત ૧૯૩૧,૪૮, ૫૮, અને ૬૫માં એ યોગ બન્યો છે.
(૪) વર્ષનો રાજા ગુરુ હોય તો ધાન્યનો સંગ્રહ કરવો. ભાદરવામાં વેચવાથી લાભ થાય. ગોળ, ઘંઉ, તેલ, ખાંડ, કપાસિયા, હળદર સસ્તાં થાય. સવંત ૧૯૨૦, ૨૪, ૩૪, ૪૧, ૪૪, ૪૭, ૬૧, ૬૪, ૬૮, ૭૧ અને ૭૫માં એ યોગ બન્યો છે.
(૫) વર્ષનો રાજા શનિ હોય તો ધાન્ય મોઘું થાય શ્રાવણમાં અથવા માગશરમાં વેચવાથી લાભ થાય. સંવત ૧૯૨૬, ૩૩, ૩૬, ૩૭, ૪૦, ૫૦, ૬૩ અને ૬૭ માં એ યોગ બન્યો છે.
(૬) વર્ષનો રાજા ચંદ્ર હોય તો ધાન્યનો સંગ્રહ કરવો. ભાદરવા તથા આસોમાં લાભ થાય. સંવત ૧૯૨૨, ૪૨, ૪૫, ૪૯, ૫૬, ૬૮, ૭૨ અને ૭૬ માં આ યોગ બન્યો
કનકકૃપા સંગ્રહ
૪૧૫