________________
ન
સ્ત્રીના નખો ઉપર સફેદ બિંદુ હોય તેવી સ્ત્રીઓ સ્વતંત્ર વિચારની હોય છે. જે સ્ત્રીના નખ સફેદ રંગના સોપારી આકારના હોય તેવી સ્ત્રીઓ ચાલબાજ હોય છે. જે સ્ત્રીના નખ નાના અને ગોળ હોય તેવી સ્ત્રી કર્કશા કહેવાય છે. જેના નખ નાના અને ખૂબ પહોળા ન હોય તેવા લોકો કુશાગ્રબુદ્ધિવાળા હોય છે. મોટા નખવાળા માણસો ધંધો કરનારા હોય છે. જે વ્યકિતના નખ સફેદ તથા લાંબા હોય તેવો નીતિવાળા હોય છે. વાંસળીની માફક ગોળ નખવાળા વાયુના રોગથી પીડાય છે. ખુબ કોમળ નખવાળી સ્ત્રીઓ પણ કોમળ અને નાજુક હોય છે. નખ ઉપર અર્ધચંદ્રાકાર જેવો ડાઘ હોય એ લોકોને બ્લડપ્રેશરનું દર્દ થાય છે. જે લોકોના અંગુઠા ઉપર સફેદબિંદુઓ થયા હોય એ સમયમાં તેઓ એકબીજાના પ્રેમમાં આવ્યા હોય છે. અને કાળાબિંદુ હોય તો તેવી વ્યકિતઓ અતિ સેક્સી હોય છે. ટચલી આંગળી (છેલ્લી આંગળી)માં સફેદ બિંદુ થાય તો અચાનક ધનલાભ સૂચવે છે. પણ જો કાળો ડાઘ હોય તો અચાનક નુકશાન બતાવે છે. ત્રીજી આંગળી અથવા અનામિકા આંગળીમાં સફેદ ડાઘ હોય તો ધંધામાં લાભ બતાવે છે. અને કાળો હોય તો નુકશાન બતાવે છે. બીજી આંગળી અથવા મધ્યમાં આંગળીમાં સફેદ ડાઘ હોય પાણીની મુસાફરી બતાવે છે. પહેલી આંગળી અથવા તર્જની આંગળી સફેદ ડાઘ હોય તો આર્થિક લાભ થાય અને કાળો ડાઘ હોય તો અપકિર્તી, નીચ કાર્ય સૂચવે છે. કાળા નખ બહુ દુ:ખ અને દરિદ્રતા બતાવે છે. માટી જેવા રંગના નખવાળાઓ ચોર, ખરાબ બુધ્ધિવાળા અને ખરાબ સંગતીવાળા હોય છે.
પીળો નખ કમળાનું સૂચન કરે છે.
અંમુઠી
અંગુઠો મનુષ્યના ચારિત્ર દર્શનનું ઉત્તમાઉત્તમ કામ કરે છે. દરેક વ્યક્તિઓના હાથ પ્રમાણે અંગુઠાઓ અલગ અલગ પ્રકારના હોય છે.
મોટો અંગુઠો : મોટા અંગુઠાવાળા મનુષ્યોમાં માનસિક શક્તિ વધારે હોય છે. આ લોકો સત્તા ભોગવવાવાળા હોય છે. આ લોકો ગુસ્સાવાળા અને મજબુત ઈચ્છા શક્તિવાળા ધાર્યું કરવાવાળા હોય છે.
નાનો અંગુઠો : આવી વ્યકિતઓમાં પાશવીવૃત્તિઓનું જોર વધારે હોય છે. ઓછા ચારિત્રવાળા હોય છે. આ અંગુઠો સહેજ ટૂંકો અને જાડો હોય તો તે પશુ જેવા ગુણો ધરાવે છે. આ લોકો અભણ હોય છે. અને પોતાની ઈચ્છાઓ પાર પાડવા હિંસા કે મારામારી કરે છે. આ લોકોનું ચારિત્ર સારું હોતું નથી. આ લોકો ક્ષણિક લાગણીને વશ થઈને આંધળીયા કરી બેસે છે.
અક્કડ અંગુઠો : આ અંગુઠો સીધો અને ટટ્ટાર હોય છે. આવા અક્કડ અંગુઠાવાળા
કનકકૃપા સંગ્રહ
૪૧૪