________________
પ્રકારના નખો હોય છે. નખ માટે લખવા બેસીએ તો આખો એક ગ્રંથ ભરાય પરંતુ આપણે અહીં મહત્વના નખોના આકાર અને રંગ ઉપર વિચાર કરશું.
ટુંકા નખ ટૂંકા નખ :- ટુંકા પણ ચોરસ નખ ધરાવનાર વ્યકિત જીદ્દી સ્વભાવની, ઝડપથી ગુસ્સો કરનારી અને બધાની બાબતોમાં માથુ મારનારી હોય છે. આવા લોકો દીર્ધ દ્રષ્ટિવાળા હોય છે તે ખોટુ બરાબર સમજનારાઓ હોય છે. તે હસમુખા, કલ્પનાશીલ જીજ્ઞાસુ અને દલીલ કરનારા હોય છે. આ લોકોને સાવચેત ન રહે તો હૃદયની બિમારી અને કોઈકવાર લકવાની બિમારી થાય છે.
પહોળા નખ પહોળા નખ :- પહોળા લાંબા તથા ઉપરથી ગોળાકાર નખવાળા માણસો વિવાદી વાચાળ, હઠીલા, કલાપ્રિય અને ખાઈપીને મજા કરવાવાળા હોય છે. પહોળા નખવાલા માણસોએ ગળાની અને ફેફસાની તકલીફોની સામે કાળજી રાખવી જોઈએ આવા નાખો ધરાવનાર વ્યકિતઓ આવતી કાલની ચિંતા કરતા હોય છે.
સાંકડા નખ સાંકડા નખ :- સાંકડા નખવાળા માનસિક દર્દથી પીડાતા હોય છે. તેઓ સંકુચિત વિચારના હોય છે. જાડા, શુષ્ક અને બરછટ નખવાળા માણસો વિષયાંધ વધારે હોય છે. સૂકાઈ ગયેલા નખ ઉદાસ, નિરાશાવાદી અને ચીડયો સ્વભાવ બતાવે છે.
લાંબા નખ લાંબા નખ :- આવા નખ ટોચ ઉપરથી ગોળાકાર અને નીચેથી પણ ગોળાકાર હોય તો આવા લોકોને ફેફસાંની નબળાઈ, લોહીમાં ખામી અને ફિક્કા નખ હોય તો ટીબીની શક્યતા બતાવે છે.
લાંબા નખમાં અંદર રેસાઓ પડતા હોય તો કમજોરી અને નબળાઈ બતાવે છે. સાધારણ ગાદી જેવા આકારવાળા નખ ઉધરસ, કફ અને દમનો રોગ સૂચવે છે.
જે વ્યકિતના નખ માંસની અંદરથી નીકળતા લાલ અથવા ગુલાબી રંગના હોય તો તેઓ સુખી થાય છે.
સાંકડા નખવાળા માણસો લોભી હોય છે. અને આ લોકોને બ્લડપ્રેશરની શક્યતા બતાવે છે. લાલ નખવાળા પૈસાદાર અને કોળી હોય છે. અતિ લાંબા નખ કોધી અને જાલિમ સ્વભાવ બતાવે છે. ગુલાબી નખ સુખી અને તંદુરસ્તી બતાવે છે. જે સ્ત્રીઓના નખ લાલ રંગના હોય છે. તેઓ સુખી ભાવનાશીલ અને લાગણી પ્રધાન હોય છે. જે
કનકકૃપા સંગ્રહ
૪૧૩