________________
ઉત્સાહી અને સંયમી હોય છે. તેઓ સંજોગો પ્રમાણે બદલાતા રહે છે. તેઓ દરેક ને અનુરૂપ થઈ શકે છે. અથવા તો ..જેવા સાથે તેવા થાય છે.
વલી હાલ વળતો હાથ:- વળતો હોથ સહેજ દબાણ આપવાથી પાછળ પુષ્કળ વળી જાય છે અને કાંડાના પાછલા ભાગ સાથે એક થવા માગતો હોય એટલી હદે વળાંક લે છે. આવા સ્ત્રી પુરૂષો જમાના પ્રમાણે સંજોગો અને વાતાવરણ પ્રમાણે પલટાતી સ્થિતિને અનુરૂપ થઈ જાય છે. આ લોકો જુની વસ્તુ ભૂલી જાય છે, અને નવીન વસ્તુને આવકારે છે. પોતાના કોઈપણ નવા કાર્યમાં અથવા સાહસમાં તન મન અને ધનથી આખુ જીવન હોડમાં મૂકે છે અને પોતે સફળ થાય તો બાદશાહી જીવન ભોગવે છે અથવા નિષ્ફળ થઈને કંગાળ જીવન પણ આવે છે. આ લોકોના જીવનનું સૂત્ર આજે મોજમજા અને જીવન માણી લો કાલ કોણે દીઠી છે. આ લોકો આજને માનતા હોય આજને ભોગવનારા હોય છે. અને આવતી કાલની કોઈપણ જાતની ફીકર હોતી નથી. આવા લોકો દોરી ને લોટો.લઈને આવે છે કયાં રાજા અને કયાં તો ભિખારી બને છે. આ લોકોને એક ખરાબ આદત હોય છે. તેઓ એક સાથે ઘણા કામ હાથ ઉપર લે છે. પરંતુ સમયના અભાવે બધાજ કાર્યો અધૂરા મૂકે છે. આ લોકો આરંભે શૂરા હોય છે અને કાંઈપણ કાર્ય છેક સુધી પૂરાં કરતા નથી. આવી વ્યકિતઓમાં દરેક જાતની આવડત હોય છે. એમ તેઓ માને છે, પરંતુ માસ્ટરી એક પણ વસ્તુઓમાં નથી હોતી આવા સ્ત્રી પુરૂષો હૃદયથી વધારે દયાળુ, ઉદાર લાગણીપ્રધાન અને ઉડાઉ પણ હોય છે, એ લોકો ને પોતાના વિચારોને તરત જ અમલમાં મૂકે છે પણ એ વિચારો પર સમજણપૂર્વક અથવા શાંતિથી વિચાર કરતા નથી. આવી વ્યકિતઓ પોતાના મનને કાબુમાં રાખી એક પ્રકારની નોકરી કે ધંધો પૂરો કરે તો ધનવાન જરૂર થાય છે. પરંતુ મન ચંચળ હોવાને કારણે એક કરતા અનેક ધંધામાં પડીને લાભ લેવાના સમયમાં જુનો ધંધો બદલી નવા ધંધામાં પડે છે અને સફળ થતા નથી માટે આવી વ્યકિતઓ સંયમ અને ધીરજથી એક વસ્તુ કે ધંધો પકડી રાખવાથી જીવનમાં આગળ વધે છે.
•
છીએ નખના લક્ષણો:- ડોક્ટરો અને વૈદ્યો રોગોના નિદાન માટે નખની સહાય લે છે. તેજ પ્રમાણે સામુદ્રિક શાસ્ત્ર જાણકાર માણસોનો સ્વભાવ, માનસિક વિકાસ, ગુણ, દોષ તથા રોગોનું નિદાન કરી શકે છે. આંગળીના અગ્ર ભાગમાં પુષ્કળ માતંતુઓ હોય છે. તેનો સંબંધ મગજ સાથે હોય છે. અને આ મજ્જાતંતુઓ દ્વારા માણસને સારા નરસાનું જ્ઞાન થાય છે. અને મજ્જા તંતુના લક્ષણ માટે નખની રચના થઈ છે. નખએ માનવીનું જીવન, આરોગ્ય અને સ્વભાવ દર્શાવે છે, દરેક વ્યક્તિની આંગળીઓમાં જુદા જુદા
કનકકુપા સરહ
૪૧૨