________________
૨૭. આચાર્યો પોતપોતાની સમાચારી પ્રગટાવશે. ૨૮. પાપી રાજા બળવાન થશે.
ધર્મી રાજા ઓછા બળવાન થશે. - ૩૦. ખરાબ દેવ બળવાન થશે. ૩૧. જૂઠ કપટ બહુ વધશે. ૩૨. સત્યવાદિઓ નિષ્ફળ થશે. ૩૩. . અનિતિ કરનાર ફાવશે. ૩૪. ધર્મ કરવામાં સંપૂર્ણ સફળતા નહિ મળે.
૩૫. ગમે તે જાતિ સાથે લગ્ન થશે. વીર પ્રભુના ૧૦ સ્વપ્નો તથા તેનું ફળ. ૧. તાડપિશાચનો ઘાત - મોહનીય કર્મનો ઘાત. ૨. શુક્લપક્ષી દ્વારા સેવા - શુક્લ ધ્યાન. ૩. કોયલ પક્ષીનું ગીત
દ્વાદશાંગીની પ્રરૂપણા. ૪. ગાયોનો સમુહ સેવા કરતો - ચતુર્વિધ સંઘની સ્થાપના. ૫. મહાસાગરનો પાર કર્યો - ભવસાગરનો અંત. ૬. ઉગતો સૂર્ય
કેવળ જ્ઞાનની પ્રાપ્તિ. ૭. માનુષોત્તર પર્વતને વીંટળાવું - ત્રણ ભુવનમાં કીર્તિ ફેલાઈ જવી. ૮. મેરૂપર્વત આરોહણ - સમવસરણમાં દેશના. ૯. દેવોથી સેવાતું પમસરોવર - ઈન્દ્રો દ્વારા થતી સેવા. ૧૦. પુષ્પની બે માળા - સર્વ વિરતી, દેશ વિરતી ધર્મની પ્રરૂપણા. આવા ઉપકારી દેવાધિ દેવની પૂજા કરવાથી આઠે કર્મનો નાશ થાય છે, માટે
આવા તીર્થકરની તો આપણે દરરોજ ભાવ પૂર્વક પૂજા કરવી જોઈએ. વીરપ્રભુની પૂજાથી આઠ કર્મનો નાશ. ૧. ચૈત્યવંદન
જ્ઞાનાવરણીય કર્મનો નાશ થાય. ૨. દર્શન કરવાથી
દર્શનાવરણીય કર્મનો નાશ થાય. ૩. જયણા પાળવાથી
વેદનીય કર્મનો નાશ થાય છે. ૪. ગુણગાન ગાવાથી
મોહનીય કર્મનો નાશ થાય છે.
કનકકથા સંગ્રહ