________________
વ્યક્તિ વારંવાર ચીડાઈ જાય છે. તેમનામાં અસંતોષ વધારે હોય છે. માનસિક ઉશ્કેરાટના કારણે અપકૃત્ય કરતાં અચકાતા નથી, તે આત્મ-વિશ્વાસ વગરના હોય છે. તેઓ જુના રીત-રીવાજોને માને છે. અંધ-શ્રધ્ધાળુ અને દયાળુ હોય છે.
ધંધો .- હોટલનો વેઈટર, મીલો અથવા કારખાનાનો મજુર, બસ કંડકટર, ડ્રાઈવર, પ્યુન, ફેરીયાઓ, હમાલ, પાટીવાળા કે ખેતી-વાડીનું કામકાજ કરનારા, પ્રિન્ટરો, ફોલ્ડરો, બાઈન્ડરો, માલની હેરફેર કરનારા વિગેરે સખત પરિશ્રમ કરનારા આ લોકો મહત્વકાંક્ષી હોતાં નથી. આ લોકો ખાય છે, પીવે છે. અને મૃત્યુ પામે છે.
શંકુ આકારનો હાથ
૩. શંકુ આકાર :- સામાન્ય રીતે આ હાથ વિશાળ, ભરાવદાર અને આંગળીઓ મુળમાંથી ઉપર તરફ લીસી હોય છે. તેના ટેરવા ગોળ આકારના હોય છે. તેઓ લાંબા નખ ધરાવતા હોય છે. આવી વ્યક્તિઓ સુંદર, વિલાસી ને રોમાન્સ પ્રિય હોય છે. તેમને સ્વેચ્છાચાર જોઈએ છે. તેઓ ભાગ્યેજ એક વાતને વળગી રહે છે. અને તેઓ પોતાના પ્રેમને પણ બદલી નાખે છે. એમનો મુડ પણ ઝડપથી બદલાય છે. એમની ધારણા સફળ ન થાય તો તેઓ નિરાશ બની જાય છે. તેઓ મિજાજ પણ ઝડપથી બદલે છે. અને શાંત થઈ જાય છે. આ લોકો આનંદના પ્રસંગે ભારે આનંદ અનુભવી શકે છે. સ્વભાવ વિલક્ષણ, સ્વાભિમાની, ગંભીર, પરોપકારી અને સાધુ-પુરૂષના સત્-સંગવાળો હોય છે. ઈશ્વર પર અતિ શ્રધ્ધા રાખવાવાળા, પ્રેમાળ અને ધર્મ કરવાવાળા હોય છે. સાબિતી વિના કોઈપણ વાત માનતા નથી. સ્વભાવે રહસ્યમયી પણ હોયછે. આ જાતકો ખાસ કરીને સાધુ-સંત બને છે. તેઓ સંસારથી પર રહેનારા હોય છે.
ચપટો હાથ
૪. ચપટો હાથ :- આ પ્રકારના હાથ ઉપરના પર્વત ચપટા હોય છે. આંગળીઓ ચપટી અને પાતળી હોય છે. હાથમાં નખ ચપટા હોય છે. અને નખની ચારેબાજુએ માઉન્ટસ ઉપસેલા હોય છે. અંગુઠો મોટો હોય છે. આવી જાતની વ્યક્તિ શક્તિશાળી અને ઉત્સાહીત હોય છે. લહેરી, ચંચળ, ઉતાવળીયા સ્વભાવના, નવીન શોધખોળમાં પ્રવીણ, સુધારક વિચારના પોતાના વાતાવરણમાં નવીન ચિલો પાડનારા, આ લોકોની ચામડી કોમળ હોય છે. તેઓ બુદ્ધિવાદી, હોશીયાર, હોય છે. પોતાનો કક્કો સાચો કરનારા હોય છે. અને બીજાના ઉપદેશને ગણકારતા નથી. જીવનની તમામ સારી વસ્તુઓ તેમને જોઈતી હોય છે એ મેળવવા તેઓ અથાગ પરિશ્રમ કરે છે. સ્વતંત્ર સ્વભાવના હોવાથી પોતાનો માર્ગ પોતેજ નક્કી કરે છે.
કનકકૃપા સંગ્રહ
૪૦૯