________________
હસ્તરેખા શાસ્ત્રમાં હાથના સાત પ્રકારો પાડવામાં આવ્યા છે.
૧. ચોરસ ૨. પ્રાથમિક ૩. શંકુ આકાર ૪. ચપટો ૫. ફીલોસોફી ૬. ચિંતક ૭. મિશ્ર
ચોરસ હાથ
૧. ચોરસ .:- હાથ એ સૌથી શ્રેષ્ઠ પ્રકારનો ગણાય છે. અને બીજાના હાથથી સહેલાઈથી અલગ પડી જાય છે. આ હાથમાં હથેળી તથા આંગળીઓ તથા આંગળાના ટેરવા ચોરસ હોય છે. આ હાથ કંઈક અંશે લાલ રંગનો અથવા આછો પીળાશ પડતો દેખાય છે.
ગુણ .ઃ- કોમળ સ્વભાવ, મીલન, ઉત્સાહી, શિસ્તપ્રિય, વ્યવસ્થિત અને વ્યવહારૂ હોય છે. તેઓ વ્યવહારિક કામમાં કુશાગ્રબુદ્ધિ વાપરે છે. ડિલોની મર્યાદા સાચવે છે. પોતાની વાતને સાચી મનાવવામાં ઉસ્તાદ હોય છે. એમને સોપાયેલું કોઈપણ કાર્ય સંપૂર્ણ પણે સફળ કરે છે. પોતાના દેશના કાયદાને માન આપે છે. તેઓ મહત્વાકાંક્ષી હોય છે. પોતાના પ્રેમ, વહાલ કે લાગણીઓને કહી બતાવતા નથી. તેઓ તીક્ષ્ણબુદ્ધિના હોય છે. આવા મનુષ્ય જ્ઞાનની ઈચ્છાવાળા, મહેનતું સર્વપ્રિય અને સંશોધક હોય છે. સ્વભાવે મિલનસાર ઉદાર હોવાથી લોક-ચાહના ઝડપથી મેળવી લે છે.
ધંધો :- આ પ્રકારના હાથવાળા જાતકો-વેપારી, ડોક્ટર, વકીલ, વૈજ્ઞાનિક, કારખાના કે મિલમાલિક, જ્યોતિષ, વૈદ્ય, પત્રકાર, સમાજીક કાર્યકર્તા વિદેશોમાં વેપાર ખેડનાર અને સંશોધન વૃત્તિવાળા બને છે.
પ્રાથમિક
૨. પ્રાથમિક :- પ્રાથમિક હાથ દેખાવમાં કદરૂપો હોય છે. અને કદમાં નાનો હોય છે. હાથ દેખાવમાં જાડો અને સખત હોય છે. આંગળીઓ ભરાવદાર, કડક, જાડી અને ખરબચડી હોય છે. આ હાથમાં રેખાઓ ઘણી ઓછી હોય છે. ઘણીવાર હાથ મોટા અને ભારે હોય છે. આંગળીઓ અને નખો ટુંકા હોય છે. આવો હાથ ખાસ કરીને નિચલા વર્ગના કામદારોના હાથમાં જોવામાં આવે છે.
ગુણ :- આવા જાતકો મંદબુદ્ધિ, પશુ જેવા અધમ, પાશવી વૃતિવાળા, જડ, મૂર્ખ, ક્રોધી, આસક્ત. ઠગારા, અમાનુષી હોય છે. આ લોકોમાં ભોજન, ઉધ અને વિષય-વાસના અતિશય જોવામાં આવે છે. આવા હાથમાં મસ્તક રેખા નાની અને ઝાંખી હોય છે. આ લોકો બાંધાના ઘણા મજબુત હોય છે. તેઓ સખત મહેનત કરી શકે છે. અને ભોજન પણ ખુબ જ કરી શકે છે, આ લોકોને, કલા સૌંદર્ય અને આધ્યાત્મિક દુનિયા પણ ગમતી નથી. આત્મવિશ્વાસ સધારવા માટે એમની પાસે સમય હોતો નથી. આવી
૪૦૮
કનકકૃપા સંગ્રહ