________________
હાયથી પ્રકાશ જ્યોતિષ વિદ્યામાં હસ્તરેખા શાસ્ત્ર એક અજબ પ્રકારનું વિશેષ સ્થાન ધરાવતું શાસ્ત્ર છે. જન્માક્ષર અને જન્મ કુંડળી બે વ્યક્તિઓના ઘણેભાગે મળતા આવે છે. પરંતુ હસ્તરેખા હાથ દરેક હાથના પ્રકાર અને તેની અંદરની નાની મોટી રેખાઓ કોઈપણ વ્યક્તિની એક બીજાને મળતી આવતી નથી. માટે હાથ એ બ્રહ્માએ બનાવેલી અક્ષય જન્મ પત્રિકા છે. જેમાં રેખાઓ રૂપી ગ્રહો જિંદગી પર્યત રહેલા હોય છે. આ ત્રણે લોકમાં હસ્તજ્ઞાન કરતાં શ્રેષ્ઠ બીજુ કોઈ જ્ઞાન નથી અને જ્ઞાન હાથમાં રહેલું છે. માટે સરસ્વતિએ પોતાના હાથમાં પુસ્તક (જ્ઞાન) ધારણ કર્યું છે. શ્રી કેવળજ્ઞાનનું સાધન હસ્ત-દર્શનમાં હોય છે. બીજે નહિ. માટે જ તીર્થકરોની દરેક પ્રતિમાઓમાં તેમની દ્રષ્ટિને હાથ ઉપર જ દર્શાવવામાં આવી છે.
હસ્તરેખાનું જ્ઞાન માનવી માટે ઘણું ઉપયોગી છે. તે પોતાના જીવન વ્યવહારથી સાવચેત રહી શકે છે. રેખાઓનું જ્ઞાન તેને શારીરિક, આર્થિક અને ધાર્મિક રીતે માર્ગદર્શન કરાવે છે.
આપણને જળ, અગ્નિ કે વાહનોનો ભય જણાતો હોય તો તે સાવચેત રખાવે છે. રેખાઓ પરથી શરીરમાં ક્યારે રોગ થશે, ઓપરેશન થશે. તે જાણી શકાય છે.
હસ્તરેખાઓ પરથી સ્ત્રી કે પુરૂષ, સજ્જન, દંભી ચોર અથવા ખરાબ પ્રકૃતિનો છે. અથવા તેના ગુણ કે અવગુણ જાણી શકાય છે ચોરીને અથવા ગુનેગારોને પકડવા માટે અંગુઠા કે હાથની છાપ લઈને પકડી શકાય છે. કદાચ હાથની ચામડી સંજોગોવશાત બળી જાય, અથવા તેજાબથી બાળી નાંખવામાં આવે તો પણ થોડા સમય બાદ એ રેખાઓ પાછી પહેલાંની જેમ જ હાથ ઉપર પ્રગટી ઉઠે છે. હસ્તરેખા એ સિદ્ધ વિજ્ઞાન છે. આજના વિજ્ઞાન યુગમાં સંપૂર્ણ કસોટીમાંથી પાર પડ્યું છે. આજનો ભણેલો વર્ગ પણ હસ્તરેખાની અંધશ્રદ્ધાથી જોવાને બદલે વિદ્યાનું એક ચોક્સ ગણિત સમજી તેને સન્માને છે. હાથની રેખામાં સમસ્ત સંસાર સમાએલો છે. એટલે હસ્તરેખા જાણવાની જરૂર રહે છે અને કોઈપણ વ્યક્તિ પોતાનું ભાવી સરળતાથી જાણી શકે છે જમણો હાથ એટલે વર્તમાનકાળ અને ડાબો હાથ એટલે ભૂતકાળ.
પુરુષોનો જમણો હાથ અને સ્ત્રીઓનો ડાબો હાથ જોવામાં આવે છે. કારણ કે સ્ત્રી એ પુરુષનું અધું અંગ ગણાય છે. અને હૃદય ડાબી તરફ હોવાથી સ્ત્રીઓનો ડાબો હાથ જોવામાં આવે છે. પરંતુ ચોક્કસ બાબતોનો નિર્ણય કરવા માટે સ્ત્રી અને પુરુષના બન્ને હાથ જોવામાં આવે છે. ઘણીવાર બન્ને હાથોમાં અલગ અલગ રેખાઓ પડેલી હોય છે. જેથી વ્યક્તિનો ભૂતકાળ અને વર્તમાન જાણી શકાય છે. કનકકૃપા સંગ્રહ
૪૦૭