________________
રાજમાન્ય, મહાકામી અને ભોગવૃત્તિવાળી પત્નીનો પતિ બને છે.
શુક અને મંગળ ધનુરાશિમાં હોય, બૃહસ્પતિ મીનમાં, કુંભમાં બુધ અને નીચરાશિ (૮) માં ચન્દ્રમાં સૂર્ય સાથે રહેલો હોય તો રાજયોગ થાય છે.
આ યોગમાં જન્મેલો માણસ વૈભવહીન રાજા બને છે. અને દાનભોગાદિ રાહુ વડે વિખ્યાત બને છે.
મીન રાશિમાં શુક્ર, બારમે બુધ, લગ્નમાં સૂર્ય, બીજે ચન્દ્રમાં અને ત્રીજે રાહુ હોય તે રાજયોગ થાય છે.
જેને મીન રાશિમાં બૃહસ્પતિ તથા શુક અને ચન્દ્રમાં રહેલા હોય તે બહુપુત્ર પત્નીઓવાળો રાજા બને છે.
અગ્યારમે શુભ ગ્રહો હોય અને કુર રાશિમાં ચન્દ્રમાં હોય ચોથા દશમ ભાવમાં પણ શુભગ્રહ રહેલા હોય, તો રાજયોગ થાય છે.
જેને લગ્નમાં બૃહસ્પતિ અને પાંચમે તથા દશમે ચન્દ્રમાં રહેલો હોય, તે માણસ રાજમાન મહાબુદ્ધિશાળી, તેજસ્વી અને પ્રતાપી બને છે. (રાજયોગ પૂરો થયો)
૯૩ અરિયોગ
તેમાં-નુભાવ ફળ સૂર્યથી નવમુ સ્થાન પિતાનું છે. ચન્દ્રમાથી ચોથું સ્થાન માતાનું છે, મંગળથી ત્રીજુ સ્થાન ભાઈઓનું છે. બુધથી ચોથું સ્થાન મામાઓનું છે. બૃહસ્પતિથી પાંચમું સ્થાન પુત્રોનું છે. શુક્રથી સાતમું સ્થાન સ્ત્રીનું છે. અને શનિથી ક્રમશ: સર્વને અનિષ્ટ માનવા.
(૯૪) દ્વાદશ ભવન વિચાર જેના જન્મ સમયે સૂર્ય, મંગળ તથા રાહુ-શનિ લગ્નમાં રહેલા હોય તે માણસ સંતાપ અને લોહીના દર્દથી પીડાય છે અને જો શુભ ગ્રહો રહેલા હોય તો નીરોગી રહે છે.
જેના જન્મ સમયે બૃહસ્પતિ મંગળના સ્થાન (૧-૮)માં રહેલા હોય અને બૃહસ્પતિના સ્થાન (૯-૧૨) માં મંગળ રહેલો હોય તે વ્યક્તિ બારમા વર્ષે મૃત્યુ પામે છે.
જેના બીજા સ્થાનમાં શનિ સાથે મંગળ હોય અને ત્રીજા સ્થાનમાં રાહુ હોય, તો તે જાતક એક વર્ષ જીવે છે.
૪૦૬
કનકકૃપા સંગ્રહ