________________
પણ જો સ્વક્ષેત્રી ઉચ્ચનો ન હોય તો તે માણસ દુ:ખ દારિદ્રથી પીડાય છે તેમજ સર્વજનો તેની નિદા કરે છે.
ઉચ્ચને સૂર્ય લગ્નમાં હોય, ચન્દ્રમા બીજે હોય, શુક ત્રીજે હોય અને રાહુ સહિત બૃહસ્પતિ ચોથે હોય, બુધ બારમે અને શનિ અગ્યારમે યા છેઠે હોય એ યોગમાં રાજવંશમાં જન્મેલો માણસ રાજાઓમાં પણ સમ્રાટની પદવી ધારણકરનારો બને છે.
જેને ઉચ્ચાભિલાસી અર્થાર્ત મીન રાશિનો સૂર્ય ત્રિકોણમાં હોય તો તે પુરૂષ પૃથ્વીને રક્ત વડે રંગે છે. અર્થાત્ તે મહાપરાક્રમી યોદ્ધો બને છે.
જેના બધા જ ગ્રહો તથા દશમ અને જન્મ-લગ્નનો સ્વામી, લગ્નને દેખતો હોય, તો તે ઉચિત પ્રશંસાવાળો, ઉજવળ યશવાળો, શંકારહિત, ભ્રમણ કરનારો, શત્રુઓનો નાશ કરનારો અને કલ્યાણમાળા, લક્ષ્મી ધારણ કરનારો મુખ્ય રાજા બને છે.
જેના જન્મ-લગ્ન સંપૂર્ણ ગ્રહદેખતો હોય તો તે બલકર સહિત સૌખ્ય, લક્ષ્મીવાન, ભયવિનાનો અને મોટી ઉંમરવાળો રાજા બને છે.
ચોથે શુક, દશમે મંગલ અને રાહુ તથા શનિ કરયુક્ત સ્થિર હોય તેવા યોગમાં ઉત્પન્ન થયેલો અવશ્ય રાજા હોય છે. - મિથુન, મેષ, વૃષભ, મીન, કુંભ, મકર રાશિઓમાં પૂર્ણ ગ્રહ સ્થિર હોય તો તેવા યોગમાં પેદા થયેલ હોય તે હાથીઓને રાખનારો હોય છે. અથવા ઉત્તમ હાથીઓ તેની પાસે હોય છે.
જેનો ગુરુ પાંચમો ચન્દ્રમા નવમો અને સૂર્ય ત્રીજા સ્થાનમાં બેઠેલો હોય તે કુબેરની સમાન ધન મેળવીને રાજા બને છે.
જેને બૃહસ્પતિ સિંહ રાશિમાં હોય અને બાકીના ગ્રહો તુલા, વૃશ્ચિક, ધન, મકર એ રાશિઓમાં હોય તે પુરૂષ દેશને ભોગવનારો બને છે.
સૂર્ય પોતાના ઘરમાં હોય, શુક તુલા રાશિમાં હોય, શનિ મિથુનમાં હોય તો પણ રાજયોગ થાય છે.
જેને છઠે, પાંચમે, બારમે શુભ અને કુર ગ્રહો રહેલા હોય તે કંટક સહિત રાજમાન્ય થાય છે.
ત્રિકોણમાં બુધ, બૃહસ્પતિ અને શુક હોય તથા ત્રીજે, છઠ્ઠ, દશમે બુધ અને શનિ હોય, અને પૂર્ણ ચન્દ્રમાં સાતમે રહેલો હોય, એ યોગમાં જન્મેલો માણસ રાજા સમાન બને છે.
જેને શનિ લગ્નમાં અથવા ચન્દ્રમા લગ્નમાં હોય અને મંગળ આઠમે હોય તે પુરૂષ
કનકકૃપા સંગ્રહ
૪૦૫