________________
બને છે.
- રાહુ, શુક, મંગળ તથા શનિ, કન્યા રાશિમાં રહેલા હોય એવા યોગમાં જન્મેલો માણસ કુબેરથી અધિક સંપત્તિવાળો બને છે. -
જેના લગ્નમાં બૃહસ્પતિ હોય, મીનરાશિમાં શુક હોય. મેષમાં સૂર્ય હોય, મકરમાં મંગળ હોય, તે માણસ દાસકુળમાં જન્મેલો હોય તો પણ છત્રધારી રાજા બને છે.
જેના દશમા સ્થાનમાં બૃહસ્પતિ અને અગ્યારમા ભાવમાં ચન્દ્રમાં હોય, તે દુનિયામાં કુળદીપક બને છે.
દશમા સ્થાનમાં બુધ, સૂર્ય અને છકે રાહુ, મંગળ હોય તો રાજયોગ થાય છે.
જેના ચાર ગ્રહો એક જ ઘરમાં થઈને બીજા, નવમા, ત્રીજા તથા લગ્નમાં રહેલા હોય તો તે માણસ દાસકુળમાં જન્મેલો હોવા છતાં રાજા તુલ્ય બનીને સમુદ્રની પાર પહોંચે છે. એવો પ્રભાવશાળી નીવડે છે.
કર્ક રાશિમાં બૃહસ્પતિ, ચન્દ્રમાં સાથે રહેલો હોય, અને બળવાન શુક્ર કેન્દ્રમાં હોય તેમજ બાકીના ગ્રહો અગ્યારમે, ત્રીજે, છઠે રહેલા હોય આ યોગમાં જન્મેલો પુરૂષ દીધી આયુષ્યવાળો ચક્રવર્તી રાજા બને છે.
જેનો શુક, તુલા, મીન, મેષ, વૃષ એ રાશિઓમાં હોય, તે પુરૂષ રાજાનો માનીતો અને કલા-કૌતુકસંપન્ન બને છે. તે પુરૂષને મોટી ઉમરે ત્રણ પુત્રો થાય છે.
જેના લગ્નનો સ્વામી બળવાન થઈને કેન્દ્રમાં રહેલો હોય, તે પુરૂષ જો ગોવાળના કુળમાં જન્મ્યો હોય તો શી નવાઈ? કારણ કે તે રાજાનો પુત્ર થાય છે.
જેને સૂર્ય ત્રીજા સ્થાનમાં હોય, શુક ચોથે હોય બુધ બીજે યા પાંચમે પણ નીચ રાશિમાં હોય અને દશમા-અગ્યારમા તેમજ બારમા સ્થાનમાં કોઈ ગ્રહ ન હોય તે પુરૂષ ત્રણ સમુદ્ર પર્વતના પ્રદેશનો રાજા બને છે.
જેને જન્મ સમયે ઉચ્ચનો બૃહસ્પતિ, કેન્દ્ર (૧-૪-૭-૧૦) માં યા નવમે કે પાંચમે રહેલો હોય અને ચન્દ્રમા, બુધ, શુકની સાથે હોય અથવા બુધ, શુકની સાથે હોય અથવા બુધ, શુકની દષ્ટિમાં હોય તો તે માણસ શત્રુઓને જીતનારો સાર્વભૌમ ચકવર્તી બને છે.
જેના જન્મ સમયે લગ્નનો સ્વમી મિત્રના ઘરમાં, મિત્રની સાથે જો દશમા સ્થાનમાં, લગ્નમાં યા સાતમે રહેલો હોય તો તે પુરૂષ પૃથ્વી પર વેરીઓનો નાશ કરનાર પ્રતાપી પુરૂષ નીવડે છે.
જેનો પૂર્ણ બળવાન ચન્દ્રમા, લગ્નના ઘરને છોડીને કેન્દ્ર (૧-૪-૭-૧૦) માં રહેલો હોય તો તે પુરૂષ પરાક્રમ, બળ, વાહનાદિ યુક્ત રાજા બને છે.
૪૦૪,
કનકકુપા સરાહ