________________
ફીલોસોફી (દાનીક હાથ) ૫. ફિલોસોફી ( દાર્શનીક હાથ) :- આવા હાથમાં આંગળીઓ લાંબી અને પર્વતોના ભાગ સાધારણ રીતે ગૂંથાયેલા હોય છે. અને પ્રત્યેક આંગળી જોડાયેલી હોય છે. અંગુઠાનો ભાગ મોટે ભાગે વિશાળ હોય છે. આવા હાથવાળા માનવીઓની બુદ્ધિ તથા માનસિક પ્રગતિ સારી હોય છે. નખનું ટેરવું ઈંડાની આકૃતિ જેવું હોય છે. આવી વ્યક્તિઓ આચાર, વિચાર પાળનારી વ્યવહારીક, સંશોધન વૃત્તિવાળી, સાદા અને શાસ્ત્રીય વિષયોની આવડતવાળી હોય છે. પૈસાની બાબતમાં બહુ જ બેદરકાર હોય છે. તેઓ બાહ્ય સૌંદર્ય કરતા આંતરીક સૌંદર્યને ચાહનાર હોય છે. આવા માણસો નાણાં પાછળ ન દોડતા જ્ઞાન અને સત્યની ખોજમાં હોય છે. એ લોકો દરેક વિષયમાં ઉંડા ઉતરવાની કોશીશ કરે છે. તે તત્વજ્ઞાની, ધાર્મિક અને આત્મ સમર્પણ કરનારા હોય છે. તે પોતે કોઈ વિશિષ્ટ વ્યક્તિ હોય, એમ ધારે છે. અને તે પ્રમાણે વર્તે છે.
ચિંતક હાથ ૬. ચિંતક હાથ:- આ પ્રકારની વ્યક્તિઓના હાથની લંબાઈ ઓછી અને પહોળાઈ વધારે હોય છે. ભરાવદાર હથેળીની આંગળી પણ પહોળી અને ભરાવદાર હોય છે. અણીદાર આંગળીઓને લીધે આ હાથ બીજાઓ કરતાં જુદો પડે છે. આ હાથ નાનો અને નાજુક હોય છે. અંગુઠો સુડોળ હોય છે. આ લોકો કવિતા પ્રેમી, કળા પ્રેમી હોય છે. તેઓ કલ્પનાશીલ હોય છે. આ જગતથી તેને અસંતોષ રહે છે. શેખચલ્લીના વિચારો આવે કાલ્પનિક સુષ્ટિમાં વિહરનારા હોય છે. તેઓ આળસુ હોય છે. તે દરેક વ્યકિત ઉપર વિશ્વાસ મુકનાર, અને તે વિશ્વાસને લોકો ગેરલાભ ઉઠાવે છે. આમ છતાં તેઓ સ્વભાવે શાંત તથા સંતોષી હોય છે.
ધંધો:- મજુર, નાના દુકાનદાર, ખેડુત, ફેરી કરનારા કારીગર વગેરે આવો હાથ ધરાવનાર વ્યકિતઓ હોય છે.
વિશ્ર હાથ ૭. મિત્ર હાથ:- આ હાથમાં દરેક આંગળીઓ અલગ-અલગ પ્રકારની હોવાથી મિશ્ર હાથ કહેવાય છે. આ લોકોની હથેળી ચોરસ હોય છે. આ લોકોનું ભવિષ્ય જોવામાં હથેળી કરતાં આંગળીઓ અગત્યનો ભાગ ભજવે છે. આવી વ્યકિતઓ ઉતાવળીયા, અસ્થિર વિચારના ઝડપી નિર્ણય કરનાર હોય છે.
આ પ્રકારના હાથમાં, આંગળીઓ ચોરસ તથા ઉપરથી અણીદાર હોય તો તેવી વ્યકિત દગાબાજ થાય છે. ૪૧૦.
કનકકુપા સંગ્રહ