________________
પ્રિય પત્ની મળે. જે જરૂર પુત્રવતી બને.
આ યોગમાં જન્મેલો માણસ દાન, સુવર્ણ, સમૃદ્ધિ, હીરા, માણેક, રત્નો અલ્પતર પ્રયાસે એકત્ર કરી શકે તેમજ પોતાના અંગોને ચંદનનો લેપ કરનારો વૈભવી બને.
જે માણસના જન્મ સમયે શુક, બુધ, બૃહસ્પતિ કેન્દ્ર (૧-૪-૭-૧૦)માં રહેલા હોય અને દશમા સ્થાનમાં મંગળ પડે તો આ યોગ તે માણસને કુળદીપક બનાવે છે.
જેના પ્રસવ-કાળે રાહુ, બુધના સ્થાથી કેન્દ્ર યા ખૂણામાં રહેલો હોય, તો તે માણસ ઘોડા, રથ, માણસો, હાથીઓ, રત્નો એ પદાર્થોનો સ્વામી અને રત્ન જેવા ધાન્યવાળો, સમુદ્રની નિકટમાં રહેનારો બહુજનપ્રિય અને સત્યવાદી હોય છે.
જેના કેન્દ્રસ્થાન (૧-૪-૭-૧૦)માં કેવળ બૃહસ્પતિ રહેલો હોય તો બાકીના ગ્રહો તેનું કાંઈ બગાડી શકતા નથી. જે રીતે એક સિંહ, મદોન્મત્ત હાથીઓના ટોળાને ભગાડી દે છે તે રીતે બૃહસ્પતિ બીજા ગ્રહોની પ્રતિકૂળ અસરોનો નાશ કરી દે છે.
તાત્પર્ય કે એક બૃહસ્પતિ જ કેન્દ્રમાં યા નવમા, પાંચમા લાભ સ્થાનમાં પડે ત્યાં લગ્નમાં પડે, તો શેષ ગ્રહો કાંઈ હરકત કરી શકતા નથી.
જે માણસના કેન્દ્રસ્થાનમાં શુક્ર પડે, તે માણસ કામદેવ જેવો રૂપાળો સ્ત્રીઓને પ્રિય, સર્વ માણસો ઉપર ઉપકાર કરવામાં સમર્થ, દીર્ધ આયુષ્યવાળો, ધ્વજના વિષયમાં નિષ્ણાત અને ધન-સંપત્તિવાન હોય છે.
જે માણસના દશમાં સ્થાનમાં શનિ રહેલો હોય, તો તે માણસ ધનવાન પંડિત, મંત્રી દંડ કરવાનો અધિકારી દંડનાયક અને ગામ-નગરોનો માલીક હોય છે.
જે માણસને તુલા, ધન, મીનમાં સ્થિત શનિ, લગ્નમાં પડે તો તે રાજવંશમાં જન્મ લઈ રાજા બને છે.
જેને બૃહસ્પતિ કેન્દ્રમાં હોય, તે પુરુષ સ્વરૂપવતી સ્ત્રી, વસ્ત્રાલંકાર યુક્ત શાસ્ત્ર નિપુણ, ગીત-નૃત્યમાં પારંગત્ત રસવાળા પદાર્થનો વેપારી તથા માર્ગદર્શક ગુરૂવાળો તથા પુત્ર અને બાંધવો સહિત સ્થિર બુદ્ધિવાળો હોય છે. તેમજ પ્રસ્ત્ર ચિતે સત્કાર્યો કરનારો હોય છે.
જે માણસના જન્મ સમયે લગ્નનો સ્વામી પોતાના ઘરમાં થઈને દશમ ભાવમાં રહેલો હોય, તે માણસ ચક્રવર્તી સમાન રાજા બને, અનેક રાજાઓ તેની સેવા કરે, તે પોતાના પ્રતાપથી શત્રુ પક્ષનો વિનાશ કરે અને દેવગણ મધ્યે શોભતા દેવેન્દ્રની માફક માનવગણમાં શોભે.
જેના જન્મ સમયે ચન્દ્રમા ઉપચય (૩-૬-૧૦-૧૧) સ્થાનમાં રહેલો હોય અને શુભ ગ્રહો પોતાના ઘરમાં અથવા નવાંશમાં થઈને કેન્દ્ર ( ૧-૪-૭-૧૦) માં રહેલા હોય
કનકકૃપા સંગ્રહ
૩૯૯