________________
અથવા ચન્દ્રમાં સ્વગૃહમાં અથવા સ્વ નવમાંશને પ્રાપ્ત કરીને ઉપચય સ્થાનમાં રહેલો હોય અને શુભ ગ્રહો કેન્દ્રમાં હોય અથવા શુભ ગ્રહો પણ પોતાના ઘરમાં અથવા નવમાંશને પ્રાપ્ત કરીને રહેલા હોય, અને પાપગ્રહો બળહીન હોય, તો તે માણસ ઈન્દ્ર સમાન બળવાન રાજા બને છે.
જે માણસને શુકમીનરાશિમાં રહેલો હોય, તે માણસ વિઘા, કલા અને ગુણવાળો હોય તેમ જ ઈચ્છિત સુખ ભોગવનારો હોય, તે જિતેન્દ્રિય હોય, દેશનો સ્વામી હોય, ઘણા ગામ-નગર અને ધન તથા ગજદળનો સ્વામી હોય, અને દીક્ષા લઈને સકલ મંડળમાં ખ્યાતિ પ્રાપ્ત કરનારો હોય છે.
જેનું જાયા સ્થાન મેષ, કન્યારાશિ, છઠ્ઠ, આઠમા સ્થાનમાં યા કેન્દ્ર ત્રિકોણમાં અથવા બારમા ભાવમાં રાહુ રહેલો હોય, તો તે માણસ કામી, શૂરવીર ભોગી હોય તેમજ હાથી, ઘોડા, છત્ર વગેરેની સમૃદ્ધિવાળો અને બહુ પુત્રોવાળો હોય.
જેના જન્મ સમયે ચન્દ્રમા સિંહ, વૃષ, કન્યા, કર્ક રાશિમાં રહેલો હોય અને ઉચ્ચનો રાહુ પડેલો હોય, તે માણસ રાજાઓનો રાજા બને, તેની પાસે અપાર લક્ષ્મી, હયદળ, ગજદળ, નૌકાદળ વગેરે હોય અને તે સુબુદ્ધિમાન થઈને કુળ અજવાળે છે.
જેના જન્મ સમયે બુધ, બૃહસ્પતિ અને શુક્ર કેન્દ્ર (૧-૪-૭-૧૦ ) અથવા ત્રિકોણમાં રહેલા હોય, તે માણસ ધર્મ, અર્થ, વિદ્યા, સુખ, કીર્તિ, લાભ, શાન્ત સ્વભાવ અને સુંદર ચારિત્રવાળો હોય તેમજ મનુષ્યોનો સ્વામી-રાજા-બને છે.
જેને શુક, બૃહસ્પતિ, ચન્દ્રમાં કેન્દ્રસ્થાનમાં રહેલા હોય, તે માણસ સ્વ પરાકમે ધનપતિ બને છે અને શનિ, બુધ, સૂર્ય તથા બૃહસ્પતિ એ બધા ગ્રહો ત્રિકોણ અર્થાત નવમ
પંચમ ભાવમાં રહેલા તેમજ મંગળ દશમ ભાવમાં રહેલો હોય તો રાજયોગ થાય છે.
જેના જન્મ અથવા યાત્રાના સમયે શુભ ગ્રહો કેન્દ્ર ત્રિકોણમાં રહેલો હોય અને પાપગ્રહો ત્રીજા, અગ્યારમાં અને છઠ્ઠા સ્થાનમાં રહેલા હોય, તે માણસ શીધ્રપણે પૃથ્વીનો અધિપતિ બને છે.
જેના જન્મ સમયે ચન્દ્રમા અગ્યારમે અથવા ત્રિકોણમાં રહેલો હોય, તો તે માણસ અવશ્ય રાજા સમાન બનીને બંને કુળના અનિષ્ટોનો નાશ કરીને પ્રકાશ ફેલાવે છે તેમ.
જેના છઠ્ઠા સ્થાનમાં બૃહસ્પતિ અને અગ્યારમા ભાવમાં ચન્દ્રમાં હોય, તે માણસ કુળદીપક નીવડે છે. જેના લગ્નનો સ્વામી અથવા બૃહસ્પતિ અથવા શુક કેન્દ્ર (૧-૪-૭-૧૦) સ્થાનમાં
કનકકૃપા સંગ્રહ
૪૦૦