________________
૯૦ ઈચ્છિત મૃત્યુ જે માણસના જન્મસમયે કેન્દ્ર (૧-૪-૭-૧૦) સ્થાનમાં મંગળ રહેલો હોય અને રાહુ સાતમા સ્થાનમાં પડે તો આ યોગના પ્રભાવે તે માણસ ઈચ્છિત મૃત્યુને વરી શકે છે.
૯૧ માસ મૃત્યુયોગ જે માણસના જન્મ સમયે લગ્નથી સાતમા સ્થાનમાં ચન્દ્રમાં રહેલો હોય અને આઠમા સ્થાનમાં પાપગ્રહો રહેલા હોય તથા શુભગ્રહો પણ લગ્નમાં વિદ્યમાન હોય અને સૂર્ય પણ લગ્નમાં મોજુદ હોય તો એક મહિનાની અંદર, તે માણસનું બાળક મૃત્યુ પામે છે.
૯૨ રાજયોગ પ્રકરણ હવે રાજયોગ પ્રકરણનું વર્ણન શરૂ કરીએ છીએ.
જે માણસના જન્મ સમયે યા પ્રમ, વિવાહ, યાત્રા, તિલક એ લગ્નમાં, લગ્નનો સ્વામી બળવાન બનીને લગ્નમાં કેન્દ્ર ( ૧-૪-૭-૧૦ ) ત્રિકોણ (પ-૮ ) માં યા અગ્યારમાં સ્થાનમાં રહેલ હોય, તો તે માણસ શીઘ રાજા બને છે. તેમજ તે શીલવાન, હાથી-ઘોડા અને સાચા મોતીના છત્ર વૈભવવાળો હોય છે.
જો તે માણસ નીચ કુળમાં જન્મે છે તો પણ ઉક્ત યોગ તેને રાજા બનાવે છે અને જો તે રાજવંશમાં જન્મે છે તો અવશ્ય રાજા બને છે એવો ગગદિ મુનિઓનો મત છે.
જે માણસના જન્મ સમયે એક્લો શુક અગ્યારમા સ્થાનમાં યા કેંદ્ર (૧-૪-૭૧૦)માં જન્મરાશિથી ત્રીજા ઘરમાં અથવા ત્રિકોણમાં રહેલો હોય, તો તે માણસ વિશ્વવિખ્યાત રાજા બને છે. તેમજ વિદ્યા અને જ્ઞાનમાં નિપુણ તે દાની, માની અને હાથી-ઘોડાનો ભોક્તા હોય છે.
જે માણસના જન્મ સમયે દશમા સ્થાનનો સ્વામી યા ચોથા સ્થાનનો સ્વામી યા કેન્દ્ર (૧-૪-૭-૧૦) યા નવમા સ્થાનમાં યા પાંચમા સ્થાનમાં રહેલ હોય અને સાતમાં
સ્થાનનો સ્વામી, બીજા સ્થાનમાં હોય, તો તે માણસ સિંહાસન પર બેસે. અર્થાર્ત રાજા બને અને મદ ઝરતા માતંગો વડે સેવાતો તે વિશ્વવ્યાપી કીર્તિધર થાય.
જે માણસના જન્મ સમયે કોઈ એક પણ ગ્રહ કેંદ્ર અથવા નવમા યા પાંચમા સ્થાનમાં રહેલો હોય, તો તે માણસ-દશે દિશાઓમાં પ્રકાશ-કિરણો ફેલાવતા સૂર્ય સમાન તેજસ્વી નીવડે છે.
આ યોગ અશુભ દોષોનો નાશ કરીને જાતકને નિરોગી રાખે છે.
જો ચંદ્રમા, સૂર્યને દેખતો હોય તો આ યોગમાં જન્મ લેનાર માનવી પૃથ્વીપતિ (રાજા) બને છે.
જે માણસના જન્મ સમયે ચન્દ્રમા કેન્દ્ર સ્થાનમાં પડે તો તે માણસને સ્વરૂપવતી ૩૯૮
કનકકૃપા સંગ્રહ