________________
રહેલા હોય, તો તે માણસ સૂતેલો હોય તો પણ સર્પદંશનો ભોગ બને છે.
૮૩વ્યાઘહતા યોગ જેના જન્મકાળે બૃહસ્પતિના સ્થાન (ધનુ ઉમે, મીન ૧૨મો) માં બુધ રહેલો હોય અને શનિના (૧૦મા ૧૧મા) સ્થાનમાં મંગળ રહેલો હોય, તો તે મનુષ્ય પચીસ વર્ષની વયે વનમાં વાઘનો શિકાર બનીને મૃત્યુ પામે છે.
૮૪ અસિઘાત યોગ જેના જન્મકાળે શુકના ઘર (બીજે અને આઠમે ૨/૮) ચંદ્રમા અને ચંદ્રમાના ઘર કર્કમાં શનિ રહેલો હોય તો આવા યોગમાં તે માણસ અઠ્ઠાવીસ વર્ષની વયે તલવારના ઘાથી મૃત્યુ પામે છે.
૮૫ શરક્ષેપહંતા યોગ જે માણસના જન્મસમયે મંગળ, શનિ, સૂર્ય અને રાહુ એક થઈને નવમા સ્થાનમાં રહેલા હોય તથા શુભ ગ્રહો તેને ન દેખતા હોય તો આવા યોગમાં તે માણસ બાણ વાગવાથી મૃત્યુ પામે છે. .
૮૬ બ્રહ્મઘાતિ યોગ જે માણસના જન્મસમયે મંગળ સૂર્યની સાથે હોય અથવા શનિ બૃહસ્પતિની સાથે હોય તો તે માણસ અઠ્ઠાવીશમાં વર્ષે બ્રાહ્મણની હત્યા કરનારો થાય છે.
૮૭ પંચાપત્ય વિનાશયોગ જે માણસના જન્મ સમયે ચન્દ્રમાં સૂર્યની રાશિમાં રહેલો હોય અને બૃહસ્પતિ પોતાના સ્થાનમાં હોય તથા સાગર યોગ લગ્નમાં પડે તો આ યોગ તે માણસના પાંચ સંતાનોને મારનારો નીવડે છે.
- ૮૮ દોલા યોગ જે માણસના જન્મ સમયે મીન, મેષ, ધનુ (૧૨-૧-૯) એ ત્રણ સ્થાનોમાં બધા ગ્રહો રહેલા હોય તો રાજ્ય આપનારો દોલાયોગ થાય છે.
જેનો ગુરૂ, પાપ ગ્રહોથી મુક્ત થઈને કેન્દ્ર (૧-૪-૭-૧૦) સ્થાનોમાં રહેલો હોય તો તે માણસ સન્માન, દાન યા ગુણમાં પરિપૂર્ણ પરીક્ષક, નૃત્ય-ગીતમાં કુશળ, મંત્રી રાજા તુલ્ય અને વિવેકી હોય છે.
૮૯ પદકવિ છેદયોગ જે માણસના લગ્નમાં મંગળ રહેલો હોય અને શનિ, સૂર્ય, રાહુ તેને જોતા હોય, તો પદવિ છેદ યોગ થાય છે. તે માણસ ભલેને શુકસમાન તેજસ્વી હોય છે.
કનકકૃપા સંગ્રહ
૩૭.