________________
નિર્વાહ કરનારો હોય છે.
૭૧ નંદાયોગ ત્રણ સ્થાનમાં બે-બે ગ્રહો પડ્યા હોય અને એક એક ગ્રહ ત્રણ સ્થાનમાં હોય અથવા ૬-૮-૧૨મા ઘરમાં એક ગ્રહ હોય, તો નંદાયોગ થાય છે. આ યોગમાં જન્મેલો માણસ દીર્ધાયુષી તથા સુખી હોય છે.
૭૨ દાતારયોગ જેના જન્મકાળે લગ્નમાં બૃહસ્પતિ ચોથે શુક, સાતમા ભાવમાં બુધ અને દશમાં ભાવમાં મંગળ હોય છે, તો સર્વાર્થદાતાર નામનો યોગ બને છે. આ યોગ માણસને સારૂ ફળ આપે છે.
૭૩ રાજહંસ યોગ જે માણસના જન્મકાળે કુંભ, મેષ, મિથુન, ધન, તુલા અને સિંહ એ બધા ગ્રહો પડે તો તે રાજ્ય-સ્થાનનું સુખ આપનાર રાજહંસ નામનો યોગ બને છે.
૭૪ ચિહિ પુચ્છ યોગ જેના જન્મકાળે સિંહાસન, હંસ, દંડ, મરૂધ્વજ ચતુ: સાગર યોગમાં ચિહિચલ પુચ્છ હોય તો બહુ સારૂ ફળ આપે છે.
તુલા, મકર, મેષ પ્રથમ લગ્ન અથવા કોઈપણ લગ્નમાં હોય તથા સિંહાસન, કમરૂયોગ, મકર, કર્કરાશિમાં ચિહિલ પુચ્છ યોગ સારો કહ્યો છે.
રાજહંસયોગ મકર, કર્કરાશિમાં પુચ્છ સુખદાયક થાય છે. અને કુંભ તથા મિથુન સાતમી રાશિમાં ચિહિલ પુચ્છ જાણવો.
મકર, કર્મ અને ધ્વજમાં પુચ્છ અન્કન્યા, વૃશ્ચિક, વૃષભ, મીન રાશિમાં ક્ષય હોય તો ચતુ:સાગરમાં ચિહિલપુચ્છ યોગ થાય છે.
પૂર્વોક્ત યોગોથી ઉત્પન્ન થતા ફળથી પુચ્છયોગ બમણું ફળ આપે છે, આ કારણે કેટલાક જ્યોતિર્વિદોના મતે આ યોગને યોગાધિયોગ કહ્યો છે.
ધટ શૂન્ય યોગમાં ચિહિલપુચ્છયોગ થાય તો જાતક રાજમંત્રી બને અને ગાય, ભેંસ, ઘોડા, હાથી રાખનારો તેમજ નીતિમાન અને બહુ પુત્રવાન બને એવો કેટલાકનો મત છે.
૭૫ લાલાટિક યોગ જે માણસના જન્મકાળે ચન્દ્રમાં આઠમા સ્થાનમાં રહેલ હોય અને સૂર્ય, શનિ, શુક ચન્દ્રમાના સ્થાનમાં રહેલા હોય અને પૂર્ણ કેમદ્રુમ યોગ હોય, તો લાલાટિકયોગ જાણવો.
જેના જન્મકાળે લલાટ્યોગ થાય, તે માણસ કલા-કામગીરી તથા શિલ્પકળામાં
કનકકૃપા સંગ્રહ
૩૫