________________
આપનારો જાણવો અને જો જન્મકાળે પૂર્ણચન્દ્રમાં હોય તો તે જાતકને વિનયવંત પૃથ્વીપતિ બનાવે.
૬૭ દરિદ્ર યોગ. જે માણસના જન્મ કાળમાં સૂર્ય આદિ સર્વ ગ્રહો ડાબી બાજુએ ડાબા બે કમથી સાત સ્થાનમાં પડે તો નિ:સંદેહ દરિદ્રયોગ જાણવો.
૬૮ કર સંપુટ યોગ સુરેકના સંપર્કથી વિષમ ગતિ હોય, તો કર સંપુટ યોગ થાય. આવા યોગમાં સ્ત્રી, અવશ્ય વંધ્યા બને.
૬૯કારક યોગ જે ગ્રહ પોતાના મૂળ ત્રિકોણમાં યા પોતાના ક્ષેત્રમાં યા પોતાના ઉચ્ચ સ્થાનમાં પરસ્પર કેન્દ્રમાં બેઠા હોય, તો તેને વિશિષ્ટ જ્ઞાનવાળા મુનીન્દ્રો કારક. કહે છે.
આ ચારે કેન્દ્રોમાં દશમ ભાવ બળવાન હોય છે.
જે માણસનો સૂર્ય મૂર્તિમાં સિંહ રાશિનો અથવા મેષરાશિનો બેસે અથવા સૂર્ય, શનિ, મંગળ, બૃહસ્પતિ કેન્દ્રમાં પરસ્પર હોય, તો તે વિશેષ કારક બને છે.
જે માણસના લગ્નમાં શુભ ગ્રહ હોય અથવા ચોથે હોય યા દશમા સ્થાનમાં હોય, તો તે ગ્રહકારક બને છે.
જે ગ્રહ પોતાના ઉચ્ચસ્થાનમાં યા સ્વક્ષેત્રમાં યા મૂળ ત્રિકોણમાં હોય, તે ગ્રહોની માન પ્રતિષ્ઠા પણ બહુ હોય છે. તેમજ તેના પ્રભાવે અધિક ધનની પ્રાપ્તિ થાય છે.
જો માણસ નીચ કૂળમાં જન્મ્યો હોય પણ તેના ગ્રહો કારક હોય, તો તે રાજાનો મંત્રી બને છે અને જે રાજાના કુળમાં ઉત્પન્ન થાય છે તે અવશ્ય રાજા બને છે.
જેના લગ્ન સ્થાનથી ધન સ્થાનમાં શુભ ગ્રહ હોય અને જન્મ લગ્ન પોતાના નવાંશમાં હોય તેમજ ચારે કેન્દ્રોમાં શુભ ગ્રહ બઠેલા હોય, તો તે માણસના ઘરમાં લક્ષ્મી નિરંતર વાસ કરે છે.
બૃહસ્પતિ, લગ્નેશ અને ચન્દ્રની રાશિનો સ્વામી શીષદય રાશિમાં સ્થિત થઈને આ ત્રણે કેન્દ્રમાં બેઠા હોય, તો તે માણસની પ્રારંભિક, મધ્યમ અને છેલ્લી અવસ્થામાં ભાગ્યોદય કરે છે.
૭૦ શયોગ જે માણસના જન્મકાળમાં લગ્ન યા સાતમા સ્થાનમાં સૂર્યાદિ સર્વ ગ્રહ પડે, તો શકટ નામનો યોગ થાય છે. આ યોગમાં જન્મેલો માણસ ગાડાવાળો યા ગાડું ચલાવીને
૩૯૪
કનકકૃપા સંગ્રહ