________________
બેસવાથી વીણા યોગ થાય છે.
૫૯ ગોલ યોગ ફળ જે માણસ ગોલયોગમાં જન્મે છે, તે વિદ્યાહીન સામર્થહીન, સતત પરિશ્રમી અને નિરંતર પ્રવાસ કરનારો હોય છે.
૬૦ યુગ યોગ ફળ જે માણસ યુગયોગમાં જન્મે છે, તે પાખંડી, ખંડિત પ્રીતિ કરનારો ધર્મકર્મ સહિ, નિર્લજ્જ, ધન અને પુત્ર વગરનો અને અયોગ્ય શું અને યોગ્ય શું તેના જ્ઞાન વગરનો હોય
૬૧ શલિ યોગ ફળ જે માણસ શૂલયોગમાં જન્મે છે, તે યુદ્ધ તથા વાદવિવાદ કરવામાં તત્પર, કુરતાપૂર્ણ ચેષ્ટાઓને વરેલા કુર સ્વભાવના નિકુર, નિર્ધન અને પ્રાય: બધા માણસોને શૂળની માફક દુ:ખ દેનારો હોય છે.
૬૨ કેદારયોગ ફળ જે માણસ કેદાર યોગમાં જન્મે છે, તે માણસ ધનુર્ધારી, સત્યવાદી, વિનયી, ખેતી કરનારો અને ઉપકાર દ્વારા આદર પામનારો હોય છે.
૬૩ પાશયૌગ ફળ જે માણસ પાશયોગમાં જન્મે છે, તે નિરંતર દુઃખી, બુરાઈ કરવામાં તત્પર, બંધનથી દુ:ખી, બકવાશ કરનારો, દંભી, અનેક અનર્થો કરનારો અને જંગલમાં રહેનારા માનવ પ્રાણીઓ સાથે પ્રીતિ કરનારો હોય છે.
- ૬૪ દામિની યોગ ફળ જે માણસ દામિની યોગમાં જન્મે છે, તે આનંદી સ્વભાવનો, ઉત્તમ ધીરજવાળો, વિદ્વાનોમાં રાજા સમાન, સંતોષી, ઉત્તમ શીલ સ્વભાવ, ઉદાર બુદ્ધિવાળો અને પ્રશસ્ત કાર્યોમાં રતિવાળો હોય છે.
જે નાભ સાદિ યોગનું વર્ણન કરેલ છે, તે જન્મ કુંડળીમાં રહેલા ગ્રહોના યથાર્થ અભ્યાસ પછી પૂર્વાચાર્યોએ કરેલ છે. માટે ગ્રહોના બળાબળનો બરાબર અભ્યાસ કરીને ફળનું વર્ણન કરવું.
૬૬ ચન્દ્રયોગફળ જે માણસના જન્મ સમયે ચન્દ્રમાં પીણ હોય અથવા દશ્ય ભાગનો હોય, તો તે અનિષ્ટકારક જાણવો. અને સૂર્યના મંડળમાં થઈને દશ્ય ભાગનો સ્થિત હોય તો સમ ફળ
કનકકૃપા સંગ્રહ
૩૯૩