________________
ભીલ લોકોથી પ્રીતિ કરનારો, નિંઘ કર્મો કરનારો તથા ધર્મ અને અધર્મના જ્ઞાન વગરનો હોય છે.
પર છન્નયોગ ફળ જે માણસ છત્ર યોગમાં જન્મે છે, તે મહા બુદ્ધિશાળી, રાજકાજમાં તત્પર સર્વ જીવો પર દયા રાખનારો તેમજ બચપણ અને ઘડપણમાં અધિક સુખ પ્રાપ્ત કરનારો હોય છે.
પચાપ યોગ ફળ જે માણસ ચાપ યોગમાં જન્મે છે, તે બાલ્યાવસ્થા અને વૃદ્ધાવસ્થામાં વધુ સુખી થાય. વન-પર્વતોમાં નિવાસ કરે અહંકારી હોય તેમજ ધનુષ બાણ બનાવનારો હોય.
૫૪ અર્ધચન્દ્રયોગ ફળ : જે માણસ અર્ધચન્દ્રયોગમાં જન્મે છે, તે રાજ દરબારમાં ભારે પ્રતિષ્ઠા પામે, તેમજ ઉત્તમ વસ્ત્ર અને અલંકારો સહિતનું ધન સુખ ભોગવે.
૫૫ ચક-સમુદ્રયોગ લગ્નથી અને ધનભાવથી એક એક સ્થાનના અંતરે છ સ્થાનોમાં બધા ગ્રહ બેઠેલા હોય, તો ચક્યોગ અને સમુદ્રયોગ થાય છે. અર્થાત્ ૧-૩-૫-૭-૯ અને ૧૧ એ સ્થાનોમાં સર્વ ગ્રહો પડે તો ચક યોગ અને ૨-૪-૬-૮-૧૦ અને ૧૨ એ સ્થાનોમાં બધા ગ્રહો પડે, તો સમુદ્રયોગ થાય છે. ગ્રહોના પડવાથી આ યોગના ૨૦ ભેદ પડે છે.
૫૬ ચકયોગ ફળ જે માણસ ચકયોગમાં જન્મે, તે ધનવાન, કીતવાન, વિશ્વ વિખ્યાત, મહા પ્રતાપી. રાજાના આદરને પાત્ર અને મહાભાગ્યશાળી હોય છે.
- પ૭ સમુદ્રયોગ ફળ જે માણસ સમુદ્ર યોગમાં જન્મે છે, તે દાનેશ્વરી, ધીરજવાન, સુશીલ, દયાળુ રાજાના આદરને પ્રાપ્ત કરનારો તથા પોતાના વંશને ધન્યવાદ અપાવનારો હોય છે.
૫૮ ગોલાદિયોગો પ્રાચીન આચાર્યોએ સંપૂર્ણ રાજ યોગ કહ્યો છે. તે યોગોના અભાવમાં ગોલ યોગ બે બે ગ્રહો એક ઘરમાં બેસવાથી થાય છે. ત્રણ રાશિમાં ગ્રહો બેસવાથી શુભયોગ થાય છે. ચાર ઘરમાં સર્વ ગ્રહો પડવાથી કેદાર યોગ થાય છે. પાંચ સ્થાનોમાં બેસવાથી પાશ યોગ થાય છે. છ રાશિઓમાં બેસવાથી દામ યોગ થાય છે અને સાત રાશિઓમાં બધા ગ્રહો
૩૯૨
કનકકૃપા સંગ્રહ