________________
પ્રકારના માણસો સાથે પ્રીતિ કરનારો, આળસુ, સુખ અને ધન વગરનો, દુબળો વિવાદ અને યુધ્ધમાં વિશાળ બુદ્ધિવાળો અને અલ્પ સ્થાયી સુખવાળો હોય છે. ૪૮ દંડ યોગ ફળ
જે
માણસના જન્મ કાળમાં દંડ યોગ થાય છે, તે માણસ ગરીબ, તુચ્છ, ઉન્મત્ત, સુખી શત્રુઓથી ડરનારો પોતાના ભાઇઓ સાથે વેર રાખનારો, સ્ત્રી, પુત્ર, ધન અને મિત્ર વગરનો તેમજ બુદ્ધિહીન હોય છે.
૪૯ નૌકા-કૂટ-છત્ર-ચાપ અને અર્ધન્દ્ર યોગ
લગ્નથી, ચોથા, સ્થાનથી, સાતમા અને દશમા સ્થાનથી ગણત્રી કરીને પ્રત્યેકથી શરૂ કરીને સાત-સાત સ્થાનમાં બધા ગ્રહો સ્થિત હોય તો, ૧ નૌકા, ૨ ફૂટ, ૩ છત્ર, અને ૪ ચાપ-એ ચાર યોગ થાય છે.
તથા લગ્ન, બીજા, ત્રીજા, ચોથા, પાંચમા, છઠ્ઠા અને સાતમાં એ સ્થાનોમાં સંપૂર્ણ ગ્રહ સ્થિત હોય, નૌકાયોગ થાય છે.
ચોથા સ્થાનથી લઇને દશમાં સ્થાન પર્યંત બધા ગ્રહ રહેલા હોય તો ફૂટ યોગ થાય
છે.
અને સાતમા સ્થાનથી માંડીને લગ્ન સ્થાન પર્યંત બધા ગ્રહો પડેલા હોય તો છત્ર યોગ થાય છે.
જો દશમાં સ્થાનથી માંડીને ચોથા સ્થાન પર્યંત સંપૂર્ણ ગ્રહો રહેલા હોય, તો ચાપ યોગ થાય છે.
આ સિવાય જો અન્ય રાશિમાં ગ્રહો રહેલા હોય તો, અર્ધચન્દ્રક યોગ થાય છે. તેના આઠ પ્રકાર છે.
જેમકે બીજા સ્થાનથી લઇને આઠમા સ્થાન પર્યંત સંપૂર્ણ ગ્રહ પડે તો એક યોગ, ત્રીજા સ્થાનથી નવમા પર્યંત બીજો યોગ, પાંચમા સ્થાનથી અગ્યારમા પર્યંત ત્રીજો યોગ, ૬ થી ૧૨ પર્યતં ચોથો યોગ, ૮ થી ૨ પર્યંત પાંચમો યોગ, ૯ થી ૩ પર્યંત છઠ્ઠો યોગ, ૧૧ થી ૫ પર્યંત સાતમો યોગ અને ૧૨ થી ૬ સુધી બધા ગ્રહો પડે તો આઠમો યોગ થાય છે. આ બધા અર્ધચન્દ્ર યોગના ભેદ છે.
૫૦ નૌકા યોગ ફળ
ने · માણસ નૌકા યોગમાં જન્મે છે, તે માણસ મહા લોભી દુ:ખી, સુખ અને ભોગ સામગ્રી વગરનો તેમજ ચંચળ સ્વભાવનો હોય છે.
૫૧ કુટ યોગ ફળ
જે માણસ ફૂટ (પર્વત) યોગમાં જન્મે છે. તે માણસ દુર્ગ અને વનમાં રહેનારો મા કનકકૃપા સંગ્રહ
૩૯૧