________________
૩૩ ઉભય ચરી યોગ કળ ઉભય ચરી યોગમાં જન્મેલો માણસ, બધું સહન કરનારો, સમ દષ્ટિવાળો, સરખા શરીરવાળો સ્વભાવમ, સત્ત્વ સંપન્ન, ઘણી ઊંચાઇવાળો નહિ અને પૂર્ણ ગ્રીવવાળો હોય છે. વળી તે સૌભાગ્યવાન ઘણા નોકરો અને ભાઇઓનું આશ્રયસ્થાન, રાજા સમાન, નિત્ય ઉત્સાહી, કદાવર શરીરવાળો અને ભોગ સુખ ભોગવનારો હોય છે.
૩૪ સિંહાસન યોગ षष्ठाष्टेम द्वादशे च द्वितीये च यदा ग्रहाः ।
सिंहासनाख्ययोगो ड यं राज सिंहासनं विशेत् ॥१॥ અર્થ:- જે માણસના જન્મ કાળમાં છઠે આઠમે, બારમે અને બીજે (૬-૮-૧૨-૨) આ સ્થાનોમાં સર્વ ગ્રહ પડે તો સિંહાસન નામનો-સિંહાસન આપનારો યોગ થાય છે.
૩૫ ધ્વજ યોગ अष्टमस्था यदा क्रूरा: सौम्या लग्ने स्थिता ग्रहाः ।
ध्वजयोगोड त्र जातस्तु स पुमात्रायको भवेत् ॥१॥ અર્થ:- જે માણસના આઠમા સ્થાનમાં કુર ગ્રહો રહેલા હોય, અને લગ્નમાં શુભ ગ્રહો હોય, તો ધ્વજયોગ થાય છે. આવા યોગમાં જન્મેલો માણસ નાયક બને છે.
૩૬ હંસ યોગ त्रिकोणे सप्तमे लग्ने भवन्ति च यदा ग्रहाः ।
हंसयोगं विजानीयात्स्ववंश स्यैव पालकः ॥१॥ અર્થ:- ત્રિકોણમાં, સાતમે અને લગ્નમાં જો સંપૂર્ણ ગ્રહો પડે તો હંસયોગ થાય છે. આવા યોગમાં જન્મેલો માણસ પોતાના વંશ પાલક બને છે.
બીજા પ્રકારે હંસયોગ मेषे घटे चापतुलामृगालौ मध्यग्रहे हंस इति प्रसिद्धः ।
सर्वश्च पूर्णो नृपतेश्च पूज्यौ हंसोद्भवो राजसमो मनुष्यः ॥१॥ અર્થ:- જે માણસના જન્મ સમયે મેષ, કુંભ, ધનુ, તુલા, સિંહ, વૃશ્ચિક ૧-૧૧૯-૭-૫-૮આ રાશિઓમાં સર્વ ગ્રહો પડે તો પણ હંસયોગ થાય છે. આ યોગમાં જન્મેલો માણસ રાજાઓને પણ પૂજ્ય રાજ સમાન હોય છે.
૩૭ કારિકા યોગ જે મનુષ્યના અગ્યારમા અથવા દશમા સ્થાનમાં અથવા લગ્નમાં સંપૂર્ણ ગ્રહો પડે તો
૩૮૮
કનકકુપા સંગ્રહ