________________
કારિકાયોગ થાય છે. કારિકાયોગમાં જન્મેલો માણસ નીચ હોય તો પણ રાજા બને છે. અને જો રાજવંશમાં જન્મે તો નિસંદેહ રાજા બને છે.
૩૮ એકાવલી યોગ જે માણસના જન્મ કાળમાં લગ્નથી અથવા બીજા સ્થાનથી કમપૂર્વક ગ્રહો રહેલા હોય છે, તો એકાવલી નામનો યોગ થાય છે. આ યોગમાં જન્મેલો માણસ, મહારાજા બને છે.
૩૯ ચત: સાગર યોગ જે માણસના જન્મ કાળમાં ચારે કેન્દ્ર-અર્થાત્ લગ્ન ચતુર્થ, સપ્તમ અને દશમ એ સ્થાનોમાં શુભ ગ્રહ પાપ ગ્રહ સાથે હોય તો ચત: સાગર નામે યોગ થાય છે. આ યોગ રાજ્ય અને ધન આપનારો છે.
ચતુ: સાગર યોગ બીજા પ્રકારે કર્ક, મકર, મેષ અને તુલા (૪-૧૦-૧-૭) આ રાશિઓમાં જન્મ સમયે સંપૂર્ણ ગ્રહો પડે તો બધા અનિટોના નાશ કરનાર એવો ચતુ: સાગર નામનો યોગ થાય છે. ચતુ: સાગર યોગમાં પેદા થયેલ મનુષ્ય ધણો રત્નોથી યુક્ત હાથી ઘોડા અને ધનથી પૂર્ણ પૃથ્વીનો માલીક બને છે.
૪૦ અમર યોગ જે માણસના જન્મ સમયે ચારે કેન્દ્ર સ્થાનોમાં કુરગ્રહ, શુભગ્રહ પડે, તો અમરયોગ થાય છે. કુરગ્રહના પ્રભાવે જાતક પૃથ્વીનો સ્વામી બને છે. અને શુભગ્રહના પ્રભાવે ધનનો સ્વામી બને છે.
જે માણસના જન્મ સમયે સૂર્ય, સિંહ યા મેષ રાશિનો થઈને કેન્દ્ર (૧-૪-૭-૧૦) ત્રિકોણ (૯-૫)માં બારમે યા આઠમે સ્થાને રહેલ હોય, અને ચન્દ્રમાં કર્ક યા વૃષ રાશિનો હોય અને તે બંને ઉપર જે બૃહસ્પતિ (ગુરૂ) યા શુકની દૃષ્ટિ પડતી હોય, તો આ યોગને અમરયોગ કહે છે. આ યોગ સર્વ અરિકોનો નાશ કરનારો થાય છે.
૪૧ ચાપ યોગ જે માણસના જન્મકાળમાં શુક, કુંભરાશિનો હોય, મંગળ મેષ રાશિનો અને બૃહસ્પતિ પોતાની રાશિમાં હોય, તો ચાપયોગ થાય છે. આ યોગમાં જન્મેલો માણસ દિવિજયી રાજા બને છે.
૪૨ દંડ યોગ જે માણસના જન્મ સમયે કર્ક, મિથુન, મીન, કન્યા અને ધન એ રાશિમાં બધા ગ્રહો પડે, તો દંડયોગ થાય છે. કનકકૃપા સંગ્રહ
૩૮૯